શહેરના કુંભારવાડા રોહીત મીલ પાસેથી દોઢ માસ પહેલા પ્લેઝર સ્કુટરની ચોરી કરનાર મોતી તળાવના શખ્સને ચોરાવ સ્કુટર સાથે એસઓજી ટીમે ઝડપી લીધો હતો.
ભાવનગર એસઓજી શાખાના પોલીસ કોન્સ. હરેશભાઈ ઉલવા, નિતીનભાઈ ખટાણીની બાતમી આધારે આરોપી પપ્પુ ઉર્ફે તૌફિક ઉર્ફે નવાબ મુસ્તુફાભાઈ ઉર્ફે હસનભાઈ ગનેજા (ઉ.વ.૧૯) (રહે. મોતીતળાવ, એકતાનગર શેરી નં. ૦ ભાવનગર) ઘરના ફળીયામાંથી શંકાસ્પદ પ્લેઝર સ્કુટર નં. જી.જે. ૪ એજી ૬૮૭૩ મળી આવેલ જે સ્કુટરના કોઈ આધાર પુરાવા કે જરૂરી કાગળો ન હોય શક પડતી મિલ્કત ગણી કિ.રૂા. ૧૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે. આરોપીની પુછપરછ કરતાં સ્કુટર દોઢેક મહિના પહેલા કુંભારવાડા રોહિતમીલ પાસે આવેલ ગેરેજ બહારથી રાત્રીના સમયે ચોરેલ હોવાની કબુલાત આપેલ. આરોપી વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ. આ કામગીરીમાં એસઓજીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. ડી.ડી.પરમારની સુચનાથી એ.એસ.આઈ. જી.પી.જાની તથા પોલીસ કોન્સ. હરેશભાઈ ઉલવા, નિતિનભાઈ ખટાણા, સોહિલભાઈ ચોકીયા, અતુલભાઈ ચુડાસમાં જોડાયેલ હતાં.