આર્જેન્ટીનાના લિયોનલ મેસી, પોર્ટુગલના ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને નેધરલેન્ડ્સના વર્જિક વાન ડિકને યૂએફએ મેન્ડ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે. યૂરોપિયન ફૂટબોલ સંઘે મંગળવારે આની ઘોષણા કરી હતી. એવોર્ડની ઘોષણા ૨૯ ઓગસ્ટના રોજ મોનાકોના ચેમ્પિયન્સ લીગના ગ્રુપ સ્ટેજ મેચ દરમિયાન કરવામાં આવશે. વુમન્સ પ્લેયર ઓફ ધ યર માટે ઇંગ્લેન્ડના લુસી બ્રોન્ઝ, નોર્વેની એડા હેગરબર્ગ અને ફ્રાન્સની અમેન્ડિન હેનરીને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. ત્રણેય લયોન ક્લબ માટે રમે છે.
મેસી આ એવોર્ડને જીતનાર પ્રથમ ખેલાડી છે. તેને ૨૦૧૧માં આ એવોર્ડ મળ્યો હતો. રોનાલ્ડોએ ૨૦૧૪, ૨૦૧૬ અને ૨૦૧૭માં આ એવોર્ડ પોતાના નામે કર્યો હતો. ગયા વર્ષે ક્રોએશિયાના કપ્તાન લુકા મૌડ્રિચે આ એવોર્ડ જીત્યો હતો. તેની ટીમ વર્લ્ડકપની ફાઇનલમાં ફ્રાન્સ સામે હારી હતી.
વાન ડિક ગઈ સીઝનની ચેમ્પિયન્સ લીગની વિજેતા લિવરપૂલની ટીમમાં શામેલ હતો. તેના સિવાય લિવરપૂલના એલિસન બેકર, સદિયો માને અને મોહમ્મદ સલાહ, રિયલ મેડ્રિડના એડન હેઝાર્ડ, યુવેન્ટ્સના મૈથિસ ડી લિટ, બાર્સેલોનાના ફ્રેકી ડી જોગ અને માન્ચેસ્ટરના રહીમ સ્ટર્લિંગ પણ આ એવોર્ડની રેસમાં છે.