બાબરા તાલુકા ના ધરાઈ ગામે ગત.તા ૧૪ ની રાત્રી ના પાંચ બુકાનીધારી ધારી તસ્કરો દ્વારા ગ્રામ્ય વિસ્તાર માં ચોરી ના ઈરાદે છમકલા કરી અને નોંધપત્ર વૈષ્ણવ સમાજ ના આસ્થા ના પ્રતીક શ્રી ગિરિરાજજી ની હવેલી માં ચોરી કરી રોકડ સહિત ચાંદી ની સામગ્રી મળી કુલ રૂ ૧,૮૦,૦૦૦ ના મુદ્દામાલ ની ચોરી થવા પામતા શ્રધાલુ અવાચક બન્યા છે ગિરિરાજજીની હવેલી માં સેવા પૂજા કરતા મુખ્યાજી પરિવાર ના વિરલ ગુલાબરાય જોષી એ હવેલી ના સીસી ટીવી ફૂટેઝ આધારે પોલીસ મથક માં આપેલી ફરિયાદ માં જણાવ્યા મુજબ રાત્રી ના સમયે પાંચ જેટલા બુકાનીધારી તસ્કરો દ્વારા હવેલી ની બાજુ ની દુકાન માં હાથફેરો કર્યા બાદ હવેલી માં પ્રવેશ કરી અને હવેલીની બે દાન પેટી માંથી રોકડ રકમ સિક્કા તથા નોટો મળી રૂ.૧૦૦૦૦/-તથા એક લોખંડના પતરાના ડબ્બામા રાખેલ છડા જોડી-૩ ઝાંઝરી નંગ જોડી ૪તથા સોનાની વીંટી નંગ-૧તથા નથડી નંગ-૧ તથા સોનાનો દોરો નંગ-૨ તથા ચાંદીની મુર્તીની ગાય નંગ -૪ તેમજ બે નાના-નાના પાકીટ જેમા રોકડા રૂપિયા ૧,૧૫,૦૦૦ સોના ચાંદીના દાગીનાની કીમત આશરે ૩૦,૦૦૦ તેમજ હવેલીમા ગિરિરાજજીની આરતી ચાંદીની જેનુ વજન આશરે ૧ કીલો ગ્રામ આસપાસ જેની કીમત રૂપિયા ૨૫૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૮૦,૦૦૦/- ના મુદ્દામાલ તથા રોકડ રકમની ચોરી કરી જનારા સામે ફરિયાદ આપી છે
પોલીસે તંત્ર દ્વારા સીસીટીવી ફૂટેઝ ના આધારે ડોગસ્કોર્ડ અને એફ એસ એલ ટીમ ની રાહબરી માં તપાસ હાથ ધરી છે ગ્રામજનો ના જણાવ્યા મુજબ તસ્કરો દ્વારા ઉપાડી જવા માં આવેલી દાન પેટી ખાલી હાલત માં નજીક ના વિસ્તાર માંથી મળી આવી છે અને તેમાંથી ચલણી નોટો ઉઠાવી જવાઈ છે જ્યારે ચીલર પરચુરણ રેઢું મૂકી દેવા માં આવ્યું છે.