ભાવનગર ડિસ્ટ્રીકટ કોર્ટમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી

443

ભાવનગર બાર એસો., ભાવનગર કિ.મી. બાર એસો, તથા ભાવનગર મોટર એકસીડન્ટ કલેઈમ્સ બાર એસો. દ્વારા ભારતના ૭૩માં સ્વતંત્રતા પર્વની ઉજવણી ભાવનગર જિલ્લાના પ્રીન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સુભદ્રાબેન કે. બક્ષીની અધ્યક્ષતામાં કરવામાં આવેલ અને તેમના વરદ હસ્તે ભાવનગર ડીસ્ટ્રીકટ કોર્ટમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવેલ, આ કાર્યક્રમમાં એડી. ડિસ્ટ્રીકટ જજ રાણા, કંસારા મેડમ, તથા ચીફ જયુડી. મેજી. શાહ અને અન્ય જજ ઉપસ્થિત રહેલ, તથા ભાવનગર બારના કોડીનાર મુકામે ફરજ બજાવતા એડી. ડિસ્ટ્રીકટ જજ નરેશભાઈ એલ. દવે તથા જામનગર મુકામે એડી. સિનિયર સીવીલ જજ તરીકે ફરજ બજાવતા ભાવનગર ષબારના ઝેડ.એ. મુન્શી પણ ઉપસ્થિત રહેલ, આ કાર્યક્રમમાં ભાવનગર બાર એસો.ના પ્રમુખ સંજય એચ. ત્રિવેદી, ભાવનગર ક્રિમીનલ બાર એસો.ના પ્રમુખ શિવભદ્રસિંહ ગોહિલ, તથા ભાવનગર મોટર એકસીડન્ટ કલેઈમ્સ બાર એસો.ના પ્રમુખ  આર.વી.ન ાવડીયા, તથા ભાવનગરના ત્રણેય વકિલ મંડળોના વકિલો હાજર રહેલ.

Previous articleસ્વામિ. ગુરૂકુળ સિહોરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
Next articleગારિયાધાર ખાતે તાલુકાનો ૭૦મો વનમહોત્સવ યોજાયો