રાજ્યસભાની ચૂંટણીઃ ભાજપ રૂપાલા- માંડવિયા અને કોંગ્રેસ સોલંકી- બાબરિયાને જીતાડશે

783
gandhi2622018-7.jpg

ચૂંટણી પંચે ૧૬ રાજ્યની ૫૮ બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ચૂંટણી ૨૩ માર્ચે યોજાશે તે જ દિવસે પરિણામ પણ જાહેર થશે. ૧૨ માર્ચ સુધીમાં ઉમેદવારી પત્રકો ભરવાના રહેશે. 
ગુજરાત-કર્ણાટકની ૪, બિહાર-મહારાષ્ટ્રની ૬, ઉ.પ્ર.માં ૧૦, પ.બંગાળ ૫ સહિત ૫૮ બેઠક માટે જંગ ખેલાશે. કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી અને દિપક બાબરીયા રેસમાં આગળ છે. ભરતસિંહના માર્ગમાં શક્તિસિંહ ગોહિલ છે. બંનેમાંથી કોઈ એકને તક મળી શકે છે.
ભાજપનો વ્યૂહઃ અત્યારે ૪ બેઠકો ભાજપ પાસે છે. જેટલી, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા અને શંકર વેગડ. રૂપાલા અને માંડવીયા પટેલ નેતા છે. બંને કેન્દ્રમાં મંત્રી પણ છે. લોકસભા ચૂંટણીને જોતા ભાજપ પોતાના પટેલ નેતાઓ ઉપર રિસ્ક લેવા માગશે નહીં. આ સ્થિતિમાં ભાજપ અરુણ જેટલીને ગુજરાતથી યુપી કે મહારાષ્ટ્ર મોકલી શકે છે. ત્યાં અનુક્રમે ૧૦ અને ૬ બેઠકની ચૂંટણી છે અને ભાજપ માટે માર્ગ મોકળો છે.

Previous articleકલોલની જૂથ અથડામણમાં૧૬ સામે ફરિયાદ દાખલ
Next articleબીજા દિવસે પણ સ્વામિનારાયણ પબ્લિક સ્કુલમાં વાલીઓનો હોબાળો