ફોરેક્સ કરન્સીમાં રોકાણ કરવાનું કહી ઠગ ટોળકીએ એકાઉન્ટન્ટના એક લાખ રૂપિયા પડાવ્યા

522

ફોરેક્સ કરન્સીમાં રોકાણ કરવાનું કહી એકાઉન્ટન્ટના એક લાખ રૂપિયા ઠગ ટોળકીએ પડાવ્યા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઇ છે. ઠગ ટોળકીએ કરન્સી ખરીદ વેચાણ કરવાની લાલચ આપી એક લાખના રોકાણ સામે મહિને ૩૦થી ૪૫ હજાર રૂપિયા મળશે તેવી લાલચ આપી હતી. પૈસા ભર્યા બાદ વળતર ન મળતા એકાઉન્ટન્ટે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

શહેરના કૃષ્ણનગર હાઉસિંગ બોર્ડમાં રહેતા મનીષભાઇ શાહ ખાનગી કંપનીમાં સિનિયર એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. ફેબ્રુઆરી માસમાં ફોરેક્સ ઓટો ટ્રેડીંગના નામે પૂજા નામની મહિલાના નામથી મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં નો એડવાન્સ, વન ટઇમ ડિપોઝિટ ફર્સ્ટ અર્ન ડેઇલી રૂ ૩૦,૦૦૦ ટુ ૪૫,૦૦૦ વિથ ધ હેલ્પ ઓફ ફોરેક્સ ઓટો ટ્રેડીંગ સોફ્‌ટવેર, કોલ મી ફોર લાઇવ ડેમો. ત્યારબાદ આ મહિલાનો મનીષભાઇ પર ફોન આવ્યો હતો અને તેઓ ફોરેક્સ ઓટો ટ્રેડીંગમાં સોફ્‌ટવેરથી ટ્રેડીંગ કરાવે છે. જો ઇચ્છતા હોવ તો ખાતુ ખોલાવવાનું રહેશે. મહેશભાઇએ દસ દિવસનો સમય માંગ્યા બાદ રોકાણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. બાદમાં સામે ઠગ ટોળકીએ એકાઉન્ટ ખોલવાના નામે ડોક્યુમેન્ટ્‌સ આપી દીધા હતા. અને બાદમાં ડિપોઝિટના નામે એક લાખ માંગતા મહેશભાઇએ એક લાખ બે ટુકડે સુરતની બ્રાન્ચમાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં એકાઉન્ટ નંબર અને પાસવર્ડ પણ આવી ગયા અને રોકાણની કિંમતો અને પ્રોફિટ લોસના આંકડા પણ આ એપ્લીકેશનમાં બતાવવા લાગ્યા. પણ માર્ચ મહિનામાં કોઇ અપડેટ ન આવતા ગૌતમ શાહ નામના વ્યક્તિએ સર્વર ડાઉન હોવાનું જણાવી છેતરપિંડી આચરી હતી. ફ્રોડ થયું હોવાનું ધ્યાને આવતા સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં મહેશભાઇએ અરજી કરતા સાયબર ક્રાઇમે અરજી પર તપાસ કર્યા બાદ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Previous articleમુંબઇમાં ગુજરાતની નકલી HSRP નંબર પ્લેટો બનાવાતી હતી, એકની ધરપકડ
Next articleBSFની ફિઝિકલ પરીક્ષામાં ૧૫ ડમી ઉમેદવારો ઝડપાયા, એક ફરાર