ચાંચ બંદર ગામે આવેલ ઐતિહાસિક હવા મહેલમાં દિપડાએ પડાવ નાંખ્યો

2432
guj2622018-3.jpg

રાજુલા તાલુકાના ઈતિહાસિક ભાવનગર દરબારના હવા મહેલ બંગલા ઉપર દિપડાએ અડીંગો જમાવ્યો ગામ લોકો તેમજ પ્રવાસીઓ આ અજબ બંગલાને જોવા છેક મુંબઈ સુધીના લોકો આવે છે પણ દિપડાના રહેઠાણ બની ચુકેલા બંગલા ઉપર બેઠેલા દિપડાને જોઈને ચાલતી પકડે છે. 
રાજુલા તાલુકામાં દિવસે- દિવસે વન્ય પ્રાણીઓનો વધારો થતો જાય છે. ૪ સિંહોના વસવાટ ઉપરાંત દિપડાઓએ ધામા નાખ્યા છે.  છેલ્લા આઠ દિવસથી આ હવા મહેલને માથે ટોચે ચડીને દિપડો શિકારની શોધમાં બેસે છે જેનાથી ગામ ચાંચના લોકોમાં ભયનું વાતાવરણ છવાયું છે. આ બંગલામાં એક ચોકદીાર પણ છે પણ ચોકીદારને આ દિપડો ગાંઠે તેમ નથી ગામના સરપંચ ગ્રામ આગેવાનો સહિત અને પ્રકૃતિ પ્રેમીઓએ વન વિભાગના આરએફઓ ચાંદુભાઈ સાથે વન વિભાગના સ્ટાફ અને પીંજરા સહિત ધામા ખાખ્યા છે. પણ હજી દિપડો પકડાયો નથી.

Previous articleધંધુકા, ન.પા.માં પ્રમુખ ઉપપ્રમુખની સર્વાનુ મતે વરણી
Next articleરાજુલાના વિકટર-ડુંગર રોડ પરથી સાવજનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર