કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનો એક કાર્યક્રમ હતો અને એ દરમિયાનનું ભાષણ હાલ ખુબ ચર્ચામાં છે. તેણે ઓફિસરોને ચેતવણી આપતા કહ્યું કે જો તમે ૮ દિવસમાં કામ પુરૂ નહીં કર્યું તો લોકોને હું કહીશ કે કાનુન વ્યવ્સથા તમારા હાથમાં લઈને ઓફિસરોને મારો. નિતિન ગડકરીએ નાગપૂર આયોજીત કાર્યક્રમમાં આ વાત કરી હતી.
નિતિન ગડકરીએ કહ્યું કે આપણી પાસે આ લાલ બત્તી શા માટે છે. આ બધા ઈન્સપેક્ટર શા માટે છે. તે રિશ્વત લે છે. હું એવા લોકોને મોઢા પર કહું છું કે તે સરકારી નોકર છે. હું જનતા દ્વારા ચૂંટવામાં આવેલો નેતા છું. હું લોકોને બધા પ્રશ્નોનો ઉતર આપું છું. જો તમે ચોકી કરો છો તો હું કહીશ કે તમે ચોર છો.
આગળ વાત કરતાં ગડકરીએ કહ્યું કે, આજે મે આરટીઓ કાર્યાલયમાં એક બેઠક કરી હતી. જેમાં નિર્દેશક અને પરિવહન આયુક્તે ભાગ લીધો. મે એ બધાને કહ્યું કે આઠ દિવસમાં કામ કરીને સમસ્યાનું સમાધાન લાવો નહીંતર હું માણસોનાં હાથમાં કાયદો આપીને માર ખવડાવીશ. એમણે આગળ એમ પણ કહ્યું કે શિક્ષકોએ એવું શીખાડ્યું છે કે એવી સિસ્ટમને ઉખાળીને બહાર ફેંકી દો જે ન્યાય નથી આપતી.