રથયાત્રા કાર્યાલયમાંથી ચોરી કરનાર શખ્સ ઝડપાયો

762
bvn2622018-4.jpg

શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ જગન્નાથજી રથયાત્રા કાર્યાલયમાંથી વિવિધ ચીજવસ્તુઓની ચોરી કરનાર શખ્સને નિલમબાગ પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
નિલમબાગ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના પો.સબ. ઈન્સ. આર.જે. રહેવર તથા ડી-સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તાર શકદારોની તપાસમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકીકત આધારે આ કામના આરોપી ચિરાગ ઉર્ફે લાલો સામંતભાઈ સૈડા ઉ.વ.રપ જાતે-આહિર રહે.વડવા ચાવડીગેટ, ખોડીયાર માતાના મંદિર પાસે, ભાવનગરવાળાના રહેણાંક મકાને ઝડતી તપાસ કરતા ચોરીમાં ગયેલ મુદ્દામાલ ચાંદીનો રથ ચાર ઘોડા સહિતનો કિ.રૂા.પ૦૦૦, એલ.જી. કંપનીનું ૩ર ઈંચનું એલઈડી ટીવી નંગ-૧ કિ.રૂા.ર૦,૦૦૦, સેટટોપ બોક્સ જીટીપીએલ નંગ ૧ કિ.રૂા.૧પ૦૦ લોખંડના ક્રોમ કરેલ હાથા વગરના ભાલા નંગ ૧૦ કિ.રૂા.પ૦૦, પીતળના ત્રિશુળ હાથા વગરના નંગ-ર કિ.રૂા.૧પ૦૦, એવોર્ડ (શીલ્ડ) નંગ ૪ કિ.રૂા.૪૦૦, નીલ ચક્ર નંગ-૧, તલવાર નંગ ૧ કિ.રૂા.૧૦૦, પીતળના દીવા નંગ-ર કિ.રૂા.૧૦૦,લોખંડના હાથાવાળી ફરસી નંગ ૧ કિ.રૂા.પ૦ મળી કુલ રૂા.ર૯,૧૦૦નો મુદ્દામાલ સાથે મળી આવેલ.
આરોપીની પૂછપરછ કરતા તેણે આજથી પાંચેક દિવસ પહેલા રાત્રિના સમયે ચાવડીગેટ વિસ્તારમાં આવેલ રથયાત્રાના કાર્યાલયમાં ઉપરનું સિમેન્ટનું છાપરૂ તોડી અને ઓફિસની પ્લાસ્ટર ઓફ પેરીસની છત તોડી પ્રવેશ કરી ઉપરોક્ત મુદ્દામાલની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ. આ અંગે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં રસીકભાઈ બચુભાઈ વાઘેલા કોળી રહે.દેવુબાગ અનંતવાડી નવજીવન સોસાયટી પ્લોટ નં.ર૬/એ ભાવનગરવાળાએ ગઈ તા.ર૪-રના રોજ ચોરી અંગેની ફરિયાદ દાખલ કરાવેલ.
સમગ્ર કામગીરીમાં નિલમબાગ પો.સ્ટે.ના પોલીસ ઈન્સ્પેક્ટર કે.જે. રાણા તથા ડી-સ્ટાફના પો.સબ. ઈન્સ. આર.જે. રહેવર તથા ડી-સ્ટાફના પો.કોન્સ. હારીતસિંહ ચૌહાણ, પો.કોન્સ. હિરેનભાઈ મહેતા, પો.કોન્સ. જીગ્નેશભાઈ મારૂ, મુકેશભાઈ મહેતા સહિતના જોડાયા હતા.

Previous articleસાવરકુંડલાના વૃધ્ધ દોડવીરનું મુસ્લિમ જમાત દ્વારા સન્માન કરાયું
Next articleસિહોર ન.પા.માં પ્રમુખ પદે સૌપ્રથમવાર મહિલાની વરણી