રાજુલામાં લાયન્સ કલબથી સ્થાપના સાગરભાઈ સરવૈયાની પ્રમુખપદે વરણી

1863

રાજુલા શહેરમાં સૌપ્રથમવાર લાઈન્સ કલબની સ્થાપના કરવામાં આવી સર્વાનુમતે સાગરભાઈ સરવૈયાની પ્રમુનખ તરીકે વરણી ઉદ્યોગપતિ વસંતભાઈ મોવલિયાની ખાસ ઉપસ્થિતિમાં રંગરંગ કાયક્રમ યોજાયો રાજુલા શહેરન્માં લાયન્સ કલબની સ્થાપના કરવાના આવી હતી. જેમાં ૧૭મીએ ભવ્ય રંગારંગ કાર્ય્ક્રમ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં આગેવાનો મહિલાઓ જોડાયા હતાં. રાજુલામાં લાયન્સ કલબના પ્રમુખ તરીકે સાગરભાઈ સરવૈયાની વરણી કરાઈ હતી.

રાજુલા શહેરમાં કાર્યરત યુવા ભાજપના આગેવાન સેવાભાવી કાર્યકર સાગરભાઈ સરવૈયાની રાજુલા લાયન્સ કલબના પ્રમુખ તરીકે વરણી થઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં ગામના વેપારીઓ આગેવાનો સજજનો પ્રતિષ્ઠિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. આ બાબતે સાગરભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે આ કલબ દ્વારા આવનારા વર્ષમાં વૃક્ષારોપણ, રાહત દરે નોટબુક વિતરણ, મેડીકલ કેમ્પ, ફ્રીમાં વોકર તથા વ્હીલ ચેર સેવા, ડેડ બોડી ફ્રીજર જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે.

જેમાં વસંતભાઈ મોવલિયા રાજુલા વેપારી મંડળના બકુલભાઈ વોરા ચિરાગભાઈ જોશી કિશોરભાઈ પટેલ, જીગ્નેશભાઈ ત્રિવેદી બ્રહ્મસમાજના આગેવાન દિલીપભાઈ જોશી સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleરાજુલા શહેરની ગટર યોજનાના ૪૦ કરોડ પાણીમાં : લોકોના ઘરમાં ગંદા પાણી ધુસ્યા
Next articleસિહોરના મેઘવદર ગામે હળજીત સ્પર્ધા યોજાઈ