ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને હાલના દુનિયાના સૌથી શક્તિશાળી બેટ્સમેન વિરાટ કોહલી સોશિયલ મિડિયા પર સૌથી વધારે ફોલો થનાર ખેલાડી તરીકે છે. આવા ખેલાડીઓની યાદીમાં સચિન તેન્ડુલકર બીજા અને એમએસ ધોની ત્રીજા સ્થાન પર છે. પ્રાપ્ત માહિતી મુજબ ટિ્વટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તેના ત્રણ ત્રણ કરોડ ફોલોઅર્સ છે. આ યાદીમાં સચિન તેન્ડુલકર બીજા સ્થાન પર છે. તેના ટિ્વટર પર ત્રણ કરોડ, ફેસબુક પર ૨.૮ કરોડ અને ઇન્સ્ટાગ્રામ પર ૧.૬૫ કરોડ ફોલોઅર્સ છે. ધોની સોશિયલ મિડિયા હાલમાં વધારે સક્રિય નથી. છતાં તે ત્રીજા સ્થાન પર અકબંધ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર ૧.૫૪ કરોડ, ટ્વીટર પર ૭૭ લાખ અને ફેસબુક પર ૨.૦૫ કરોડ ફોલોઅર્સ રહેલા છે. પોતાની કેરિયરમાં હાલમાં સૌથી શાનદાર દેખાવ કરી રહેલા રોહિત શર્માના ફોલોઅર્સ પણ ઓછા નથી. ત્રણેય પ્લેટફોર્મ પર તેના એક કરોડ કરતા વધારે ફોલોઅર્સ રહેલા છે. આવી જ રીતે સુરેશ રેના, યુવરાજ સિંહ અને અન્ય પણ સોશિયલ મિડિયા પર જોરદાર રીતે સક્રિય છે અને તેમના મોટી સંખ્યામાં ફોલોઅર્સ રહેલા છે. આ યાદીમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડી એબી ડિવિલિયર્સ પણ સામેલ છે . તેના ટિ્વટર પર ૬૭ લાખ ઇન્સ્ટાગ્રામ પર ૮૫ લાખ અને ફેસબુક પર ૩૬ લાખ ફોલોઅર રહેલા છે. વિરાટ કોહલી જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. કોહલીની લોકપ્રિયતા સતત વધી રહી છે. વનડે ક્રિકેટમાં તે સૌથી વધારે સદી કરનાર ખેલાડી તરફ વધી રહ્યો છે. વિન્ડીઝ સામેની હાલની શ્રેણીમાં પણ કોહલીએ બે સદ કરી હતી. વનડે આંતરરાષ્ટ્રીય મેચોમાંથી તથા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી હોવા છતાં સચિન તેંડુલકરની લોકપ્રિયતા હજુ પણ અકબંધ રહેલી છે. તેના ચાહકોની સંખ્યા પરથી આ બાબતનો અંદાજ મુકી શકાય છે. ફોલોઅર્સની યાદીમાં સચિન તેંડુલકર બીજા સ્થાને રહ્યો છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર તેના ચાહકોની સંખ્યા હજુ પણ કરોડોમાં છે. બીજી બાજુ એમએસ ધોની સોશિયલ મિડિયા પર વધારે સક્રિય ન હોવા છતાં તેના પણ ચાહકોની સંખ્યા ખુબ મોટી રહેલી છે. આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સના પણ સોશિયલ મિડિયા પર ફોલોઅર્સની સંખ્યા ખુબ વધારે છે.
વિરાટ કોહલી આવનાર દિવસોમાં પણ સોશિયલ મિડિયા પર છવાયેલો રહે તેવી શક્યતા છે. હાલમાં તે રનમશીન તરીકે ઉભરી આવ્યો છે. એક પછી એક રેકોર્ડ તોડી રહ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીના નામ ઉપર ૨૫ સદી રહેલી છે. જો બીજી બે સદી લગાવશે તો સોબર્સના રેકોર્ડની બરોબરી કરશે.