સિહોર પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પો.ઇન્સ. પી.આર.સોલંકી એ પ્રોહી-જુગારની અસરકારક કામગીરી કરવા શિહોર પોલીસ સ્ટાફને સુચના આપેલ જે અનુંસંધાને શિહોર પોલીસ ના આર.એન.ગોહીલ, એમ.એન.ડોડીયા , ગૌતમભાઇ રામાનુજ, રામદેવસિંહ જાડેજા, મહેશગીરી ગૌસ્વામી એ રીતેના પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે મીલનભાઇ ધનજીભાઇ કોળી રહે. રાજપરા (ખોડીયાર) વાળો જે ખોડીયાર મંદીર પાસે પ્લોટ વિસ્તારની પાછળ તળાવના દરવાજા પાસે નાળામાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવી દેશી દારુ ગાળવાની પ્રવ્રુતિ કરે છે જેથી પંચો સાથે રેઇડ કરતા મજકૂર મીલનભાઇ ધનજીભાઇ રાઠોડ ઉ.વ.૨૯ વાળા ના કબ્જામાંથી કબ્જામાંથી દેશી દારુ કૂલ લીટર ૧૦૦ કૂલ કિ.રૂ ૨૦૦૦/- તથા આથો લીટર ૨૦૫૦/- જેની કિ.રૂ ૪૧૦૦/- તથા પ્લાસ્ટીકના ટીપ આથો ભરેલ નંગ-૫ હતા તે ખાલી ટીપ નંગ-૫ ની કિ.રૂ ૧૦૦૦/- ગણી તથા અખાધ ગોળના ડબ્બા નંગ-૪ કૂલ કિ.રૂ ૩૦૦૦/- ના મળી તમામ મુદ્દામાલ ની કૂલ કિ.રૂ ૧૦૧૦૦/- ની સાથે મળી આવેલ હોય જેથી મજકુર વીરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.