ક્રિકેટર શ્રીસંતને મોટી રાહત, મ્ઝ્રઝ્રૈંએ આજીવન પ્રતિબંધ ઘટાડીને ૭ વર્ષ કર્યો

426

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ૩૬ વર્ષીય ક્રિકેટર એસ. શ્રીસંત પરના આજીવન પ્રતિબંધમાં ઘટાડો કરીને ૭ વર્ષ સુધી કર્યો છે. હવે ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૦થી શ્રીસંત પર લાગેલો પ્રતિબંધ દૂર થઈ જશે. મ્ઝ્રઝ્રૈંએ લોકપાલ તરફથી જાહેર કરેલા આદેશમાં કહ્યું છે કે, શ્રીસંત પરના પ્રતિબંધને ઘટાડીને ૭ વર્ષ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ શ્રીસંત પર આજીવન બેન લગાડવામાં આવ્યો હતો.

અગાઉ માર્ચ ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટે ૈંઁન્ ફિક્સિંગ કેસમાં શ્રીસંત પર આજીવન પ્રતિબંધ હટાવી લીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, બીસીસીઆઇની પાસે અનુશાસનાત્મક કાર્યવાહીનો અધિકાર છે. કોર્ટે બીસીસીઆઇને શ્રીસંતની સુનવણીમા તક આપવા માટે ૩ મહિનામાં સજા નક્કી કરવા આદેશ આપ્યા હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, બીસીસીઆઇ શ્રીસંત પર લગાવેલ પ્રતિબંધ અંગે એક વખત ફરી વિચારણા કરે કારણ કે, આજીવન બેન વધારે કહેવાય.ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ શ્રીસંતે કહ્યું હતું કે, હું લિએન્ડર પેસને આદર્શ માનું છું, તેઓ ૪૫ વર્ષની ઉંમરમાં ગ્રેન્ડ સ્લેમ રમી શકે છે. નેહરા ૩૮ વર્ષની ઉંમરે વર્લ્ડ કપ રમી શકે તો હું શા માટે ન રમી શકું ? હું તો માત્ર ૩૬ વર્ષનો છું. મારી ટ્રેનિંગ ચાલુ છે.

Previous articleજેસન હોલ્ડર વેસ્ટ ઇન્ડિઝનો વર્ષનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટરથી સન્માનિત કરાયો
Next articleકાશ્મીર પ્રશ્ને સંયમો રાખવા ઇમરાનને ટ્રમ્પનું સાફ સૂચન