શહેરના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ પટેલ લાંચ લેતા ઝડપાયા છે. આરોપી કોન્સ્ટેબલે દારૂના ગુનામાં પકડાયેલા આરોપીના ઘરે વારંવાર તપાસ કરવા નહીં જવાની, ધરપકડ નહીં કરવાની ઉપરાંત આગોતરા જામીન મેળવવા સુધીનો સમય આપવા બાબતે દારૂના આરોપી પાસેથી ૬૦,૦૦૦ રૂપિયાની લાંચ માગી હતી. આ મામલે આરોપીએ એસીબીને જાણ કરી હતી. ત્યારે એસીબીએ છટકું ગોઠવી કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. હાલ, પોલીસે આરોપી કોન્સ્ટેબલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Home Gujarat Gandhinagar મેઘાણીનગર પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ દારૂના આરોપી પાસેથી ૬૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયો