મલેશિયામાં જાકીર નાઇક પર સકંજો : ભાષણ ઉપર પ્રતિબંધ

421

મલેશિયામાં આખરે વિવાદાસ્પદ ઇસ્લામિક ધર્મગુરુ જાકીર નાઇકના ભડકાઉ ભાષણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વર્ષો પહેલા પોતાના ત્યાં શરણ આપીને મલેશિયા પોતે હવે જાકીર નાઇકથી પરેશાન થઇ ચુક્યું છે. ઘણા સમય સુધી બચાવ્યા બાદ હવે જાકીર નાઇકના જાહેર ભાષણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે જાકીર નાઇક મલેશિયામાં રહીને કોઇપણ ભડકાઉ ભાષણ કરી શકશે નહીં. સાથે સાથે કોઇપણ લોકોને ગેરમાર્ગે દોરી શકશે નહીં. મલેશિયામાં રહીને વર્ષોથી ભારત અને ચીની નાગરિકો તેમજ અન્ય દેશોના નાગરિકોને ગેરમાર્ગે દોરી રહેલા કુખ્યાત જાકીર નાઇક ઉપર સકંજો મજબૂત કરવામાં આવ્યો છે. જાકીર નાઇક સામે ભારતમાં મની લોન્ડરિંગ સહિતના કેસો રહેલા છે અને ભારતમાં વોન્ટેડ પણ છે. લાંબાગાળામાં તેમને ભારત લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. મલેશિયામાં ઉશ્કેરણીજનક નિવેદન આપવાના કારણે વિવાદાસ્પદ ધર્મ ગુરુ જાકીર નાઇક પર હવે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે તેઓ હવે કોઇ ઉપદેશ જાહેરમાં આપી શકશે નહીં. નાઇક પર જાહેર રીતે પ્રતિબંધ મુકી દીધો છે. મલેશિયાના વડાપ્રધાન મોહમ્મજ મહાતિર વિવાદાસ્પદ ઉપદેશક અને મની લોન્ડરિંગ કેસમાં વોન્ટેડ જાકીર નાઇકને ભારતમાં ન મોકલવા પર અડેલા હતા.

જો કે હવે આ જ જાકીર તેમના માટે માથાના દુખાવા સમાન બની ગયા છે. રોયલ મલેશિયા પોલીસ દ્વારા તેમના પર પ્રતિબંધ મુકવામાં આવ્યોહોવાના હેવાલને સમર્થન મળ્યુ છે. અત્રે નોંધનીય છે કે જાકીર નાઇક છેલ્લા કેટલાક સમયથી મલેશિયામાં શરણ લઇને રહે છે. ભારત સરકાર મલેશિયાથી જાકીર નાઇકના પ્રત્યાર્પણને લઇને આશાવાદી છે. સાથે સાથે આના માટે રજૂઆત પણ કરી રહ્યા છે. મલેશિયન પોલીસે નિવેદન જારી કરીને કહ્યુ છે કે જાકીરના ઉપદેશ પર હવે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. સરકાર તરફથી આદેશ મળ્યો હોવાના હેવાલને પોલીસે સમર્થન આપ્યુ છે. જાકીર વર્ષોથી વિવાદાસ્પદ નિવેદન કરવા માટે જાણીતા રહ્યા છે. જાકીર નાઇક હિન્દુઓ અને ચીની લોકોને લઇને વિવાદાસ્પદ ટિપ્પણી કરી ચુક્યા છે.જાકીરે ચીની મુળના નાગરિકોને લઇને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી અને કહ્યુહતુ કે તેમને પોતાના દેશમાં પરત ફરવુ જોઇએ. કારણ કે તેઓ જુના ગેસ્ટ તરીકે છે. જાકીરે એમ પણ કહ્યુ હતુ કે ભારતમાં જેટલા અધિકાર મુસ્લિમોને મળ્યા નથી તેના કરતા વધારે અધિકાર મલેશિયામાં હિન્દુઓને મળ્યા છે. તેમના ઉશ્કેરણીજનક કૃત્યો જારી રહ્યા છે.

Previous articleરાજીવ ગાંધીની જન્મ જયંતિ પ્રસંગે વિવિધ કાર્યક્રમો થયા
Next articleપૂર્વ પ્રધાન ચિદમ્બરમની ધરપકડ થવાના એંધાણ : જામીન ન મળ્યા