સોનગઢ પોલીસે ઝરીયા રોડ પરથી ફિલ્મી ઢબે રપ લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપી લીધો

1097

સિહોર તાલુકો ભાવનગર જિલ્લામાં ઈંગ્લીશ દારૂનું પીઠુ બન્યુ હોય તેમ મસમોટો દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. આજે સોનગઢ પોલીસને મળેલી પુર્વ બાતમીના આધારે ઝરીયા રોડ પર પેટ્રોલીંગ દરમ્યાન નિકળેલી કાર અને આયશરને ઝડપી લેવા ફીલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. આખરે બન્ને વાહનોને ઝડપી લીધા અને તલાશી લેતા અધધ ર૩૭ પેટી ઈંગ્લીશ દારૂ મળી આવતા બન્ને વાહનો અને દારૂ સાથે રપ લાખનો મુદ્દામાલ સાથે બે શખ્સોને પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સોનગઢ પોલીસ મથકના પી.એસ.આઈ એસ.એમ.રાણા તથા જે.વી.ઝાલા ની પૂર્વ બાતમીના આધારે સોનગઢ પોલીસ ઝરીયા તથા ખેડા રોડ વચ્ચે પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન બાતમી વાળા વાહનો આઇસર ટ્રક તથા કાર નીકળતા બંનેને અટકાવતા ઘડીભર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા તે દરમિયાન પ્રથમ નંબર જીજે ૨૪વી ૧૧૦૭ તથા એક કારને અટકાવતા આઇસર તથા સ્વીફ્ટ ગાડી એમ બંને વાહનોમાંથી ૨૮૪૪ નંગ અલગ-અલગ કંપનીની દારૂની બોટલો મળી આવતા આઇસર ચાલક પોપસિંગ રામસિંગ દેવડા રે સુરત ઇન્દિરા કોલોની ગોગા કેબલ ની ઓફિસમાં તથા સ્વીફ્ટ કાર ના ચાલક સંજય જોરા દેસાઈ જાતે રબારી ઉમર ૩૨ રે સુરત ચોક બજાર ગોગા કેબલ ની ઓફિસમાં બંનેને દારૂ ના જથ્થા સાથે ઝડપી પાડેલ ત્યારે અન્ય બે નાસી જવામાં સફળ થયા હતા સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે બંને વાહનો લાવી તપાસ કરતાં ૨૩૭ પેટી દારૂ કિંમત રૂપિયા ૧૩૫૩૬૦૦ તથા સ્વીફ્ટ કાર કિંમત રૂપિયા ૩૫૦૦૦૦ આઇસર ટ્રક કિંમત રૂપિયા ૭૫૦૦૦૦ ના કુલ મુદ્દામાલ ૨૫૦૦૬૦૦ સાથે ઝડપી પાડયા હતા જે અંગેની ફરિયાદ સોનગઢ પોલીસ મથકના જે.વી ઝાલા દ્વારા નોંધાવવામાં આવેલ વધુ તપાસ સોનગઢ પીએસઆઇ એસ એમ રાણા ચલાવી રહ્યા છે આ દારૂ ક્યાંથી આવ્યો અને ત્યાં લઈ જવામાં આવતો હતો તેની પૂછપરછ હાલ શરૂ હોય સિહોર પંથક જાણે દારૂનું પીઠું બની ગયેલ હોય કેમ અવારનવાર મસમોટા દારૂના જથ્થા ઝડપાય છે.

Previous articleપોલીસે પીછો કરતા ઈંગ્લીશ દારૂ ભરેલી કારના ગુલાટ, રસ્તા પર દારૂની રેલમછેલ
Next articleહુમા કુરેશી પોતાના ભાઇની સાથે મળીને ફિલ્મો બનાવશે