રાજકોટ શહેર રોગચાળાના ભરડામાં સપડાઈ ગયું છે. શહેરમાં છેલ્લા એક મહિનામાં તાવના ૨૧ હજારથી વધુ કેસ નોંઘાઈ ગયા છે. માંદગીના વાવરમાં એક જ દિવસમાં બે માસૂમ બાળકો પણ હોમાઈ ગયા છે. તાવના લીધે એક દિવસમાં બે બાળકોનાં મોત થયા છે. શહેરના કુવાડવા રોડ પર રહેતા પરિવારનો ૫ માસનો દિકરો પ્રિન્સ અને શહેરની સુંદરમ સોસાયટીમાં રહેતા પરિવારની ૩ માસની દીકરી આયેશાનું સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું છે.શહેરમાં છેલ્લા ૨૦ દિવસમાં ડેંગ્યૂના ૧૭ કેસ નોંધાયા છે, જ્યારે ૨૧ હજારથી વધારે લોકોના બ્લડ ટેસ્ટ થયા છે. વરસાદ બાદ ઉઘાડ નીકળતાં ઠેરઠેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યાં છે. રાજકોટમાં દિનપ્રતિદિન રોગચાળો માથું ઉંચકી રહ્યો છે. ૧૯ જુલાઇથી ૧૯ ઑગસ્ટથી સુધી પાલિકાના આરોગ્યના ચોપડે ૨૧ હજારથી વધુ કેસ નોંધાયા છે.
ગુજરાતની મેટ્રો સિટી કહેવાતું અમદાવાદ અત્યારે રોગચાળાના સકંજામાં ફસાયું છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગદકી અને ગટરના પાણીથી મચ્છરોનો ત્રાસ વધતો જઇ રહ્યો છે. જેના કારણે અમદાવાદ સિવિલથી લઇ પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાઇન લાગી ગઇ છે. આટલા મોટાપાયે રોગચાળો ફાટી નીકળતા હોસ્પિટલોમાં પણ દર્દીઓ માટે જગ્યા રહી નથી. ઘણા લોકો જમીન પર અથવા હોસ્પિટલની બહાર બેસીની પોતાના નંબરની રાહ જોતા સામે આવ્યા છે. વરસાદી પાણી બાદ ગદકી એટલી હદ સુધી વધી ગઇ છેકે, ઠેર ઠેર મચ્છી-મચ્છરોના કારણે રોગચાળો ફેલાયો છે. સરકારીની સાથે સ્થાનિક હોસ્પિટલોમાં પણ દર્દીઓના ઢગલા થઇ ગયા છે. ત્યારે આ પ્રકારની મુશ્કેલીઓમાં તંત્ર કેમ કોઇ પગલા નથી લેતી તેના પર સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.