રાજુલા તાલુકાના ઉચૈયા ગામે ભચાદર થી ઉચૈયા તરફ ગામમાં પ્રવેશતા વેસ્ટર્ન રેલ્વેનું અન્ડર ગ્રાઉન્ડ બ્રિજ આવેલ છે. આ નાળાની અંદર ચોમાસા દરમિયાન એટલુ બધુ પાણી એકઠુ થાય છે કે ગામમાં પ્રવેશવાનો એકમાત્ર રોડ પ્રવેશદ્વાર સદંતર બંધ થઈ જાય છે.
જે માર્ગ બંધ થઈ જવાના કારણે રાજુલા તાલુકાના આ ઉચૈયા ગામમાંથી તાલુકા મથક એવા રાજુલા જવા માટે જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામેથી ફરી ફરીને રાજુલા જવુ પડે છે. જેથી ડીલીવરી જેવા ગંભીર ગામમાં એમ્બ્યુલન્સ પણ પ્રવેશી શક્તી નથી આવા ડીલીવરી કેસ ફેઈલ થઈ જવાની પુરી શક્યતા રહેલ છે.
આ રેલ્વે લાઈન પિપાવાવ રેલ્વે કોર્પોરેશન (પીઆરસીએલ)ની માલિકીની છે. આ બાબતે તાત્કાલીક પ્રશ્ન હલ કરવા સંબંધે મે. કલેકટર ડે.કલેકટર રાજુલા, મામલતદાર રાજુલા, સાંસદ અમરેલી, પીઆરસીએલની સંબંધીત કચેરી તથા ભાવનગર પરા, ભાવનગર મુકામે આવેલ રેલ્વેની સંબંધિત લેખિતમાં અવાર-નવાર જાણ કરેલ. પરંતુ સ્થળ ઉપર ખાત્રી કરવાની કે આ પ્રશ્ન હલ કરવા સુધ્ધામાં કોઈને રસ નથી તમામ દોષનો ટોપલો એક બીજા ઉપર ચડાવી રહ્યા છે અને અંતે છેલ્લા ૧૫ વર્ષથી વણ ઉકેલ્યો પ્રશ્ન હલ થયેલ નથી.
આ અન્ડરબ્રિજ પીપાવાવ રેલ્વે કોર્પોરેશનનો બનાવેલ હોય જે તે સમયે રસ્તાને ખુબજ પ્રમાણમાં ડાઉન કરીને બનાવેલ હોય તથા સાકડો અને નીચે રાખેલ હોવાથી ચોમાસા દરમિયાન ખુબજ પ્રમાણમાં પાણી ભરાય જાય છે તથા ખેડુતોને પોતાનો પાક ગામથી માર્કેટીંગ યાર્ડ સુધી લઈ જવા માટે કોઈ મોટી ટ્રક કે ભારે વાહન તેમાંથી પસાર થતુ ન હોય તેથી ખેડુતોને ખુબજ પ્રમાણમાં હાલાકી પડી રહી છે. તથા ભચાદર ગામના મજુરવર્ગના લોકો તથા નોકરીયાત વર્ગ તથા પીપાવાવ પોર્ટ માટે રોજગારી માટે જતા હોય છે તેઓ ચોમાસા દરમિયાન જઈ શકતા નથી.
આ ઉચૈયા ગામનીજમીન જ્યારે રેલ્વેના હેતુ માટે સંપાદન થયેલ ત્યારે તે લગત એવોર્ડ જમીન સંપાદન કેસ નં.૫/૨૦૦૧, તા.૬/૧૦/૦૩માં જમીન સંપાદન અધિ. અને નાયબ કલેકટર રાજુલા આ જમીન સંપાદન રેલ્વે હેતુ માટે કરવામાં આવે તો આ ગામને પછાતમાંથી બહાર લાવી ખુબ જ વિકાસ કરવા અંગેનો ઉલ્લેખ કરેલ છે. પરંતુ આ નાળુ થતા ગામનો વિકાસ તો એક બાજુ રહ્યો પરંતુ ગામમાં પ્રવેશવાનો એકમાત્ર રસ્તો પણ બંધ થઈ ગયો.
આ નાળાની અંદરથી બહાર નિકળતી વખતે અનેક વાહનો ફસાઈ ચુક્યા છે. જેથી આ પ્રશ્નને તાત્કાલીક ઉકેલ લાવી યોગ્ય કરવા ખેડુતો તથા ગ્રામજનોની માંગણી છે જો આ પ્રશ્ન તા.૨૨/૪/૨૦૧૮ સુધીમાં ઉકેલવામાં નહી આવે તો ગાંધી ચિધ્યે માર્ગે રેલ રોકો આંદોલન કરવાની ફરજ પડસે જેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે જેની પણ ગંભીર નોંધ લેવા.
પ્રતાપભાઈ બેપારીયા સરપંચ ઉચૈયા, વિરભદ્રભાઈ ડાભીયા, તખુભાઈ ધાખડા સરપંચ ભચાદર, મહેશભાઈ ધાખડા સરપંચ ધારાના નનેસ, ઉચૈયા ગામ આગેવાન યુસુફભાઈ દરબાન, દીલુભાઈ ધાખડા ઉપ સરપંચ ઉચૈયા, ભૂપતભાઈ ગ્રામ પંચાયત સભ્ય ઉચૈયા, અમરૂભાઈ ધાખડા શ્યામવાડી, દેવાતભાઈ બોરીચા, ભોળાભાઈ ધાખડા, ભોળાભાઈ ધાખડા, ભોજભાઈ ધાખડા ભૂતનાથ મહંત જમનાદાસ બાપુ, સહિતે ચિમકી આપી હતી.