ISI દ્વારા ત્રાસવાદીઓની  મોટાપાયે ભરતી શરૂ કરાઇ

354

જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ને ુનાબુદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાનની સતત ઉંઘ હરામ થયેલી છે. જેના ભાગરૂપે કાશ્મીરમાં રક્તપાત જારી રાખવા અને અસ્થિરતાના માહોલને જાળવી રાખવા માટે તેના દ્વારા દરેક હરકત કરવામા આવી રહી  છે. એકબાજુ પાકિસ્તાન દ્વારા જ્મમુ કાશ્મીરમાં ત્રાસવાદીઓને ઘુસાડી દેવા માટે અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર જારી રાખવામાં આવ્યો છે. બીજી બાજુ હવે પાકિસ્તાનની  ગુપ્તચર સંસ્થા કુખ્યાત આઇએસઆઇ પણ સીધી રીતે રક્તપાત ફેલાવવા માટે સક્રિય થઇ રહીલ છે. જેનાી ભાગરૂપ પાકિસ્તાનની આ જાસુસી સંસ્થા કલમ ૩૭૦ની નાબુદી બાદ ત્રાસવાદીઓની સીધી ભરતી માટે તૈયાર છે. આની શરૂઆત પણ કરવામાં આવી છે. તેના દ્વારા મોટા પ્રમાણમાં ભરતી કરવામાં આવી રહી છે. યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે કેટલાક કુખ્યાત અને જાસુસી કરનાર લોકોને જવાબદારી પણ સોંપવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં તેને નિષ્ફળતા મળ્યા બાદ તે પોક અને પાકિસ્તાનના ગેરમાર્ગે દોરાયેલા યુવાનોને ત્રાસવાદી તાલીમ આપવા તૈયાર છે. ત્રાસવાદી ગતિવિધી કાશ્મીરમાં જારી રાખવાના બનતા તમામ પ્રયાસો થઇ રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ આઇએસઆઇ યુવાનોને ત્રાસવાદી સંગઠનમાં સામેલ થવા અને તેમને ત્રાસવાદી ટ્રેનિંગ લેવા માટે ઉશ્કેરી રહી છે. ઇન્ડિયન ઇન્ટેલિજન્સને આ મુજબની ચોંકાવનારી માહિતી હાથ લાગી છે. આઇએસઆઇ પાકિસ્તાનના મુજ્ફરાબાદના બસવનાડા કેમ્પમાં યુવાનોને ત્રાસવાદી સંગઠનોમાં સામેલ થવા  માટે ઉશ્કેરી રહી છે. ત્રાસવાદીઓની ભરતી બાદ તેમને ત્રાસવાદી સંગઠન અલ બદરના લોકો પાસેથી ટ્રેનિંગ લેવા માટે કહેવામાં આવી રહ્યુ છે. ત્રાસવાદી તૈયાર કરવામાં આવ્યા બાદ આઇએસઆઇ તેમને લીપા અને કેરન સેક્ટરના લોંચ પેડ ખાતેથી એલઓસી પાર કરીને ઘુસણખોરી કરવા માટેની તૈયારીમાં છે. ઇન્ટેલિજન્સ સુત્રોના કહેવા મુજબ ત્રાસવાદી સંગઠન પાકિસ્તાનના પેશાવર અને ક્વેટાના ટ્રાઇબલ વિસ્તારમાં પણ ભરતી ઝુંબેશ ચલાવવામાં વ્યસ્ત છે. પોકના પુંછ, બાગ અને કોટલીમાં પણ ત્રાસવાદીઓની ભરતી કરવામાં આવી રહી છે. ઇન્ટેલિજન્સ સુત્રોના કહેવા મુજબ આ જાણકારી મળી છે કે નવમી ઓગષ્ટના દિવસે ત્રાસવાદીઓની અંડર વોટર ટ્રેનિંગ શરૂ કરવામાં આવી ચુકી છે.

આ ત્રાસવાદી  ટ્રેનિંગ મીરપુર અને સ્યાલકોટમાં કરવામાં આવી રહી છે.

આની સાથે બાલાકોટ હુમલા બાદ જે ત્રાસવાદીઓના અડ્ડા બદલી નાંખવામાં આવ્યા હતા તેમના માટે દસ દિવસ માટે રિફ્રેશર કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. ઇન્ટેલિજન્સ સુત્રોએ કહ્યુ છે કે આઇએસઆઇ અને ત્રાસવાદીઓ કાશ્મીરમાં ભાજપના નેતાઓને પણ ટાર્ગેટ બનાવવા માટેની યોજના ધરાવે છે. સાથે સાથે સુરક્ષા દળો પર આત્મઘાતી હુમલા કરવાની પણ યોજના ધરાવે છે.

Previous articleચંદ્રયાન-૨ ચંદ્રની બીજી કક્ષામાં પ્રવેશ્યું : ઇસરો
Next articleકલમ ૩૭૦ને દુર કરી દેવામાં આવ્યા બાદ પ્રથમ અથડામણ