બોટાદ જીલ્લાના રાણપુર ગ્રામ પંચાયત નો ખાડે ગયેલ વહીવટની થયેલ ફરીયાદ ને પગલે આજરોજ મામલતદાર કચેરી ખાતે સ્વાગત કક્ષના કાર્યક્રમમાં ભાગ લેવા આવેલ બોટાદ ડી.ડી.ઓ.એ રાણપુર ગ્રામ પંચાયતની મુલાકાત લઈ મોટા ભાગના કર્મચારીઓને ખખડાવ્યા હતા.
બોટાદ જીલ્લા ડી.ડી.ઓ.આશિષકુમારે આજરોજ રાણપુર ગ્રામ પંચાયતના તલાટીની હાજરીમાં સફાઈ સ્ટાફ,પાણી પુરવઠા સ્ટાફ,ક્લાર્ક તથા એન્જીનીયર ને ખખડાવ્યા હતા અને વાઉચરો તપાસ્તા હતા અને નોટીસો આપવા તલાટી ને સુચના આપવામાં આવી હતી.ત્યારબાદ રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ ડોક્ટર સાથે ચર્ચા વિચારણા કરી દવાખાના વિશેના પ્રશ્નો જાણ્યા હતા.ડી.ડી.ઓ. પાસે બોટાદ જીલ્લા કલેક્ટર નો પણ ચાર્જ હોઈ તેઓએ અચાનક રાણપુર ગ્રામ પંચાયતની અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની વિઝીટ કરતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.ડી.ડી.ઓ.ની મુલાકાત ટાણે જ રાણપુર ગ્રામ પંચાયતના સરપંચની ગેરહાજરી થી લોકોમાં આશ્ચર્ય ફેલાયુ હતુ.