પાલીતાણા ખાતે તેરસ નિમિત્તે વડોદરાથી આવી રહેલ પાર્થ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં અચાનક આગ લાગતા પાલીતાણા ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી જઈ આગને કાબુમાં લીધી હતી.
વડોદરાથી પાલીતાણા ફાગર સુદ તેરસ નિમિત્તે આવેલી પ્રાઈવેટ લક્ઝરી બસમાં અચાનક આગ લાગી હતી. તેની જાણ પાલીતાણા ફાયર ફાઈટરને જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ૩૦ મીનીટની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આ આગ બસમાં આવેલ બેટરીમાં ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. આ બસ સળગતા કોઈ જાનહાની થઈ નહોતી. આ બસમાં બેઠેલા મુસાફરોને પણ કોઈ જાનહાની થઈ નહોતી. બસ નં.જીજે૬ એએક્સ ૭પ૯૯માં અચાનક આગ લાગી હતી.