ઇન્ડિગો કટોકટી : પાયલોટ અછત બાદ નવો જ પડકાર

845

ઇન્ડિગોની કટોકટીમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ઇન્ડિગો પાસે ફ્લાઇટોને ઓપરેટ કરનાર પાયલોટોની અછત થઇ ગઇ છે. ખાસ કરીને એરલાઈન્સ દ્વારા તેના કાફલાને વધારવામાં આવે છે ત્યારે પાયલોટોની અછત મોટી સમસ્યા ઉભી થઇ ગઇ છે. પાયલોટો ઓછા હોવાના કારણે હાલમાં ૩૦ ફ્લાઇટોને રદ કરવામાં આવી હતી. ઇન્ડસ્ટ્રીના અંદાજ મુજબ આગામી ૧૨ મહિનામાં ૧૦૦ નવા વિમાનો ઉમેરવાની તૈયારી કરવામાં આવી ચુકી છે જે પૈકી એકલા ઇન્ડિગો દ્વારા મોટાપાયે વિમાનો ઉમેરવામાં આવનાર છે. નવ વિમાનો દર મહિને ઉમેરવામાં આવી રહ્યા છે જેના પરિણામ સ્વરુપે નવા વિમાનો ઉડાવવા માટે ં ૧૫૦૦થી ૨૦૦૦ વધારાના પાયલોટોની જરૂર રહેશે. કોકપિટમાં પ્રવર્તમાન કટોકટી વધારે ગંભીર બનવાના સંકેત દેખાઈ રહ્યા છે. ઓપરેશનમમાં વધારે ફ્લાઇટ હોવા છતાં વધારાના કમાન્ડરોની સંખ્યા ખુબ ધીમીગતિએ ઉમેરવામાં આવી રહી છે. વધારાની કમાન્ડરોની ભરતીની સંખ્યા ઓછી રહી છે. આમા ૨૦૧૭-૧૮માં ૧૦ ટકાનો ઘટાડો રહ્યો હતો. ઉડ્ડયન ક્ષેત્રમાં નવી ક્રાંતિ થઇ રહી છે ત્યારે પાટલોટોની કટોકટી ગંભીર બની રહી છે. ઇન્ડિગોમાં હાલમાં પેરોલ ઉપર ૩૧૦૦ પાયલોટો છે. આ કેરિયર સ્થાનિક એરલાઈન્સ દ્વારા ભરતી કરવામાં આવેલા પાયલોટો પૈકી ૩૮ ટકા પાયલોટો ધરાવે છે. તેની માર્કેટ હિસ્સેદારી ૪૧ ટકાની આસપાસની રહી છે.

વિદેશી નેટવર્ક પર પણ તેનો ફેલાવો વધી રહ્યો છે. તેની પાસે ૧૨૫૦ કેપ્ટનો છે જે સર્વિસમાં રહેલા ૪૦૦૦ કમાન્ડરો પૈકી ૩૧ ટકાથી વધુ છે. એરલાઈનના કારોબારીઓના કહેવા મુજબ પાંચથી છ કમાન્ડરો અને આટલી સંખ્યામાં સહ પાયલોટોની જરૂર દેખાઈ રહી છે. એરલાઈનના કારોબારીના કહેવા મુજબ વાર્ષિકરીતે ૫-૭ ટકાનો પગાર વધારો પાયલોટો ઇચ્છે છે. દેશમાં હાલમાં ૭૯૬૩ પાયલોટો છે અને ૧૭૦૦૦ પાયલોટોની આગામી ૧૦ વર્ષમાં જરૂર છે.

Previous articleરાજ ઠાકરેની ઇડી દ્વારા કડક પુછપરછ : મુંબઇમાં હલચલ
Next articleઆર્થિક સુસ્તી વચ્ચે સેંસેક્સ ૫૮૭ પોઈન્ટ ગગડી જતા ભારે હાહાકાર