શહેરના રૂવાપરી રોડ પાસે રહેતા શખ્સને એસઓજી ટીમે દેશી બનાવટની રીવોલ્વર સાથે ઘોઘાસર્કલથી ઝડપી લીધો હતો.
એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયાને મળેલ હકિકત આધારે એસ.ઓ.જી. પોલીસે યાસીન ઉર્ફે માનીયા કરીમભાઇ ઓફથાની ઉ.વ.૨૧ રહે. રૂવાપરી રોડ, સોનીની વાડી મઢુલી પાસે ભાવનગરવાળાને ઘોઘા સર્કલ એવનવાળા ખાંચામાં વિશાલ પાન પાસેથી એક ગેરકાયદેસરની દેશી બનાવટની રીવોલ્વર સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયાએ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ અને આ કામની આગળની તપાસ એસ.ઓ.જી. પોલીસ ચલાવી રહી છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી,.પરમાર તથા આસી.સબ ઇન્સ. જી.પી.જાની, પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકિયા, હરેશભાઇ ઉલવા, અતુલભાઇ ચુડાસમા, નિતીનભાઇ ખટાણા, યોગીનભાઇ ધાંધલ્યા વિગેરે જોડાયા હતા.