તક્ષશિલા એજયુકેશન ઈન્સ્ટિટયુટ ખાતે જનમાષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવેલ. સંસ્થા ખાતે ધોરણ ૧ થી ૧રમાં અભ્યાસ કરતાં વીદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત, નાટકો, મટકી ફોડની પ્રસ્તુતી કરાઈ હતી. વિદ્યાર્થીઓને જન્માષ્ટમી પુર્વ અને તેના મહત્વ વિષે માહિતગાર કરાયા હતાં. કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી, આચાર્ય તથા શિક્ષકોએ હાજર રહી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કર્યા હતાં.