ભાવનગરમાં આજથી જન્માષ્ટમી લોકમેળાનો રંગારંગ પ્રારંભ થશે

989

ગુજરાત રાજ્ય યુવક સેવા-સાંસ્કૃતિક વિભાગ-સંગીત નાટક અકાદમી અને વિભાવરીબેન દવે પ્રેરીત તારીખ ૨૩/ ૨૪/૨૫ ઓગસ્ટ એમ ત્રણ દિવસ સુધી ચાલનારા જન્માષ્ટમી લોકમેળાનો કાલથી જવાહર મેદાન ખાતે ભવ્ય શુભારંભ થશે. આ વર્ષે લોકમેળામાં અવનવી યાંત્રિક રાઇડ્‌સ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ખરીદી માટેના વિવિધ સ્ટોલસ, તથા સેલ્ફી ઝોન વગેરે લોકોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે.

આ લોકમેળામાં આ વર્ષે પ્રથમ વખત મહિલા કારીગરોના કસબને પ્રોત્સાહન આપવા હસ્તકલાના ૫૦ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે તેમજ અવનવી યાંત્રિક રાઇડ્‌સ અને ખરીદી માટેના વિવિધ સ્ટોલ આ મેળાની શોભા વધારશે. આ લોકમેળામાં સતત ત્રણ દિવસ સુધી મુખ્ય સ્ટેજ પરથી રાજ્યના ખ્યાતનામ કલાકારો પોતાની કલા પીરસશે તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો થશે.

આ લોકમેળામાં લોક મનોરંજન અંગેની સવલતોમાં કોઇ ઉણપ ન રહી જાય તે હેતુથી જન્માષ્ટમી લોકમેળાની પૂર્વતૈયારીઓની રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ આજરોજ રૂબરૂ મુલાકાત લઇ સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

Previous articleદાંડીથી આવેલી NCC કેડેટસની બાઈક રેલી ભાવનગરથી રવાના
Next articleમહિલા તબીબના મકાનમાં થયેલ હત્યા, લૂંટના ગુનાના ફરાર બે આરોપી ઝડપાયા