પીએનબીના નિરવ મોદી કૌભાંડ બાદ નાના-નાના બેંક કર્મચારીઓની સામુહિક બદલીના થયેલા નિર્ણય સામે આજરોજ દેનાબેંક ઝોનલ ઓફિસ તેમજ બેંક ઓફ બરોડા, લોખંડબજાર ખાતે તમામ બેંક કર્મચારીઓ એકત્રિત થઈ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરેલ. સરકારની પાડાના વાંકે પખાલીને ડામ જેવી નીતિનો બેંક કર્મચારીઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવેલ છે. વિજય માલ્યા, નિરવ મોદી, વિક્રમ કોઠારી જેવા ઉદ્યોગપતિઓ ટોપ મેનેજમેન્ટની ઢીલી નીતિ અને આવા તમામ લોકોને છારવાની નીતિને કારણે બેંકોને સહેલાઈથી ચુનો લગાડી છાવરવાની નીતિને કારણે બેંકોને સહેલાઈથી ચુનો લગાડી ભાગી જાય છે અને આવી ઘટના બહાર આવતા બેંક મેનેજમેન્ટ જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સામે પગલા લેવાને બદલે નાના-નાના બેંક કર્મચારીઓ જેવા કે ક્લાર્ક, ઓફિસર સ્કેલ, ૧, ર, ૩ના અધિકારીઓ સામે પગલા ભરે છે અને તેઓની ટ્રાન્સફરનું શસ્ત્ર ઉગામે છે. જે તદ્દન ગેરવ્યાજબી છે. બેંક મેનેજમેન્ટ દ્વારા હાલમાં પણ કર્મચારીઓની આવી સામુહિક બદલી કરેલ છે. ગુજરાત બેંક વર્કસ યુનિયન દ્વારા અન્ય તમામ શહેરોમાં પણ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજેલ છે અને આગામી સમયમાં બેંક મેનેજમેન્ટ દ્વારા જો કર્મચારીઓ વિરોધની અન્યાયી ખોટી નીતિઓ અપનાવવામાં આવશે તો યુનિયન દ્વારા આંદોલનને વિશેષ ઉગ્ર અને વ્યાપક બનાવવામાં આવશે.