કાશ્મીર દ્વિપક્ષીય મામલો છે જેથી કોઇપણ તકલીફ ન કરે

314

કાશ્મીર પર અમેરિકા પાસેથી મધ્યસ્થીની આશા રાખી રહેલા પાકિસ્તાનને મરણતોળ ફટકો પડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોરદાર ફટકો પાકિસ્તાનને ફરી એકવાર આપી દીધો છે. આજે ફ્રાંસમાં જી-૭ સમિટના ભાગરુપે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા ત્યારે તેઓએ મિડિયાની સામે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનના તમામ મુદ્દા દ્વિપક્ષીય છે જેથી દુનિયાના કોઇપણ દેશને અમે આના માટે તક આપવા માટે ઇચ્છુક નથી. મોદીએ કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન જે ૧૯૪૭થી પહેલા એક જ હતા તે મળીને પોતાની સમસ્યાઓ ઉપર ચર્ચા કરીને ઉકેલ લાવી શકે છે. પાકિસ્તાનના કાશ્મીર મુદ્દાને ઉઠાવવા અને મધ્યસ્થીની રજૂઆત કરી ચુકેલા પાકિસ્તાનને મોટો ફટકો પડી ગયો છે. આજે મોદીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મામલો કાશ્મીર મામલો છે. આમા કોઇ દેશ પરેશાની ઉઠાવે તે અમે ઇચ્છતા નથી. બીજી બાજુ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ યુટર્ન લઇને ગુલાંટ મારી દીધી હતી. ટ્રમ્પે પણ મોદીની વાતનું સમર્થન કરતા કહ્યું હતું કે, મોદી પર તેમને વિશ્વાસ છે. ભારત અને અમેરિકા બંને લોકશાહી મૂલ્યોને લઇને ચાલનાર દેશ પૈકીના છે. કઇ રીતે સાથે મળીને ચાલી શકે છે અને શું યોગદાન આપી શકાય છે તેના ઉપર ચર્ચા વિચારણા થઇ રહી છે. મિડિયા તરફથી જ્યારે કાશ્મીરને લઇને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે મોદીએ કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ છે. પાકિસ્તાનમાં ચૂંટણી જીત્યા બાદ ત્યાંના નવા વડાપ્રધાનને ફોન કરીને કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન બંને દેશોને બિમારી, ગરીબી, નિરક્ષરતા સામે લડવાની જરૂર છે. બંને દેશો સાથે મળીને લડી શકે છે. બંને દેશ પ્રજાની ભલાઈ માટે કામ કરી શકે છે. મોદીએ કહ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પ સાથે પણ આ મુદ્દા પર વાતચીત થતી રહે છે. ટ્રમ્પે કહ્યું હતું કે, મોદી સાથે કાશ્મીર મુદ્દા પર વાતચીત થઇ છે. મોદી કહી ચુક્યા છે કે, તમામ બાબતો કાબૂમાં છે. તેમને આશા છે કે, તેઓ સારા નિર્ણય લેવામાં સફળ રહેશે. તેમને આશા છે કે, ભારત અને પાકિસ્તાન મળીને તમામ સમસ્યાઓને ઉકેલી લેશે.

ટ્રમ્પે યુ ટર્ન લેતા પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. મોદી રવિવારના દિવસે જી શિખર બેઠકમાં ભાગ લેવા માટે બીજી વખત ફ્રાંસ પહોંચ્યા હતા. આ શિખર બેઠક ફ્રાંસના દરિયાકિનારે સ્થિત શહેર બિયારિત્જમાં થઇ રહી છે. ભારત જી-૭ના હિસ્સા તરીકે નથી પરંતુ ફ્રાંસના પ્રમુખ મેક્રોએ વ્યક્તિગતરીતે તેમને આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણ બંને નેતાઓ વચ્ચે અંગત તાલમેલને દર્શાવે છે.

સાથે સાથે પ્રમુખ આર્થિક શક્તિ તરીકે ભારતને કબૂલાત કરવાની બાબત પણ દર્શાવે છે. હાલના સમયમાં ટ્રમ્પ બે વખત કાશ્મીરના મુદ્દા પર મધ્યસ્થી કરવાની વાત કરી ચુક્યા છે પરંતુ ભારતે આવા પગલાને અને તેમની બાબતને ફગાવી દીધી છે. ટ્રમ્પે આ મુદ્દા પર ગયા સપ્તાહમાં જ મોદી સાથે ફોન પર વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, કાશ્મીરને લઇને વધારે પડતા વિરોધ કરવાની બાબત અને ભારતની સામે હિંસા ભડકાવવાના પ્રયાસથી શાંતિને નુકસાન થઇ શકે છે. ટ્રમ્પે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનને આ મુદ્દા પર સંયમ જાળવવા માટે કહ્યું હતું.

Previous articleતમિળનાડુ : મંદિર સંકુલમાં બ્લાસ્ટ થતાં એકનું મોત થયું
Next articleપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની એસપીજી સુરક્ષા પાછી ખેંચાઇ છે