છેલ્લા બે વર્ષથી ધારાસભ્યોથી લઈ મ્યુનિસિપલ કાઉન્સિલરો અને પાલિકાઓના સભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે.
આજે મહેસાણા નગરપાલિકાના પ્રમુખ સહિત કોંગ્રેસના ૭ સભ્યો ભાજપમાં જોડાયા છે. આ તમામ સભ્યોને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા છે.
૪૪ સભ્યોની મહેસાણા નગર પાલિકામાં કોંગ્રેસના ૨૯ સભ્યો હતા. જેમાંથી ૭ સભ્યો ભાજપમાં જોડાતા ૨૨ સભ્યો બાકી રહ્યા છે. જ્યારે ભાજપના ૧૫ સભ્યો હતા, હવે તેમાં નવા ૭ સભ્યો ઉમેરાતા ભાજપનું સંખ્યાબળ ૨૨ થયું છે. આમ નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યનો સંખ્યા સરખી થઈ ગઈ છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે મહેસાણા નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકી, મહેશભાઈ પટેલ, અલારખી બેન બેલિમ, સંજય બ્રહ્મભટ્ટ, રમેશભાઈ પટેલ સહિત ૭ સભ્યો ભાજપમાં જોડાયા છે.