લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે સંસ્કાર મંડળ ડો.જતીન પારેખ ના દવાખાના વાળા ખાંચામા શાંતી તીર્થ-૧ ફલેટની સામે જાહેરમાં ખુલ્લા પ્લોટમા ઝાડ નીચે જાહેરમાં અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી તિનપતીનો હારજીતનો જુગાર રમે છે. બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા જાહેરમાં તિનપતીનો પૈસા પાના વતી પૈસાની હાર જીતનો જુગાર રમતા કુલ છ ઇસમો મળી આવતા મુકેશભાઇ નરેશભાઇ મકવાણા ઉવ.૨૫ , હીતેષભાઇ રામજીભાઇ ચૌહાણ ઉવ.૩૦ , મનસુખભાઇ અરજણભાઇ સાગઠીયા ઉવ.૩૬ , વીશાલભાઇ ગીરઘરભાઇ મારૂ ઉવ.૨૫ , યોગેશભાઇ હમીરભાઇ ડાભી ઉવ.૨૫, નાસી જનાર રવીભાઇ ભીખાભાઇ ગોહેલ વાળા સહિત છ ઇસમો જાહેરમા ગંજીપતાના પાના વડે તિનપતીનો હારજીતનો જુગાર રમતા મળી આવતા જે તમામ ઇસમો પાસેથી પટ્ટ સહીત રોકડ રૂ. ૧૩,૨૨૦/- તથા મોબાઇલ નંગ- ૬ કુલ કિ. રૂ. ૧૮,૦૦૦/- તથા મો.સા નંગ-૩ કિ.રૂ.૧,૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૪૧,૨૨૦/-ના મુદામાલ સાથે મળી આવતા તમામ વિરૂધ્ધમાં પો.કો. ચિંતનભાઇ મકવાણા એ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગારઘારા-૧૨ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.