મંગળવારે સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરરે યુએસમાં ચાલી રહેલા યુએસ ઓપનમાં ભારતના સુમિત નાગલને હરાવ્યો હતો. ફેડરરે મેચ ૪-૬ ,૬-૧, ૬-૨, ૬-૪થી જીતી હતી. નાગલે પ્રથમ સેટમાં ટેનિસ સ્ટાર ફેડરરને ૬-૪થી હરાવ્યો હતો. ત્યારબાદ ફેડરર મેચમાં પાછો ફર્યો. તેઓએ બીજો સેટ ૬-૧થી અને ત્રીજો સેટ ૬-૨થી જીત્યો. ચોથા સેટમાં નાગલ બાઉન્સ થઈ ગયો. તેઓ એક સમયે ફેડરરની બરાબરી પર હતા, પરંતુ સ્વિસ ખેલાડીએ તેમના અનુભવનો લાભ ઉઠાવતા નાગલેને ૬-૪થી પરાજિત કર્યો હતો.
ફેડરર ૨૦ વખતનો ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન છે. બીજી બાજુ, નાગલે તેની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. તેણે બ્રાઝિલના જોઓ મેનેઝિસને ૫-૭, ૬-૪, ૬-૩થી હરાવીને મુખ્ય રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું હતું. આ પહેલા સોમવારે ભારતના પ્રજનેશ ગુણેશ્વરને હારનો સામનો કરવો પડ્યો હતો. તેને વર્લ્ડ નંબર ૫ ના રશિયાના ડેનિલ મેદવેદેવે ૬-૪ ૬-૧ ૬-૨થી હરાવ્યો હતો.
સુમિત હરિયાણાના ઝજ્જર જિલ્લાના નાના ગામ જેતપુરનો છે. તે ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિને માર્ગદર્શક માને છે. સુમિત કહે છે- ’ભૂપતિ મારા માર્ગદર્શક છે અને હંમેશા રહેશે. હું લગભગ ૧૦ વર્ષનો હતો, પછી પહેલી વખત તેની એકેડેમીમાં ગયો. તેઓએ મારી રમતમાં વધારો કર્યો. તેમણે જ મને સ્પોનશર કર્યુ હતું. સુમિત બાળપણથી ફેડરરની શૈલીની નકલ કરતો હતો. ફેડરર સામેની મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ નાગલને શુભેચ્છા પાઠવી હતી.