બાળપણ એ જીવનનો યાદગાર તબકકો છે. જેમાં આ બાળકો મરચા સૂકા – લાલ ચૂંટીને પોતાના માવતરને મદદ કરવા માટે અને બે ટંકનો રોટલો પોતાનો અને પોતાના મા-બાપ – કુટુંબીનો બળવા ઉમદા બાળપણ વેડફતા ઉપરોકત તસ્વીરમાં જોવા મળી રહ્યા છે.
આ મસાલાની સીઝનમાં ખાસ કરીને ગરીબ વર્ગના બાળકો શિક્ષણ લેતાં હોય તો પણ શાળા બંક કરીને મજૂરી કરવા જવા મજબૂર બને છે અને મોટાભાગની મરચાની ખડીઓ પર આવું બાળપણ સૂકા લાલ મરચાની આડમાં રૂંધાંતું જોવા મળે છે. કાયદા છે પરંતુ કાયદાથી આ શકય બને તેવું લાગતું નથી.