લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવા મુખ્યમંત્રીનું સમર્થન

750
gandhi2822018-1.jpg

રાજ્ય-રાષ્ટ્રની વિકાસ કામોની યાત્રા અવિરત ચાલતી રહે તે માટે લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાય તે હિતાવહ છે.     
વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં પ્રચાર માધ્યમો સાથેની ઔપચારિક વાતચીતમાં કહ્યું કે, લોકસભા- વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે જ યોજાવાને પરિણામે સમય, માનવશકિત અને નાણાંની બચત થઇ શકે છે. એટલું જ નહિ, ચૂંટણીઓ સાથે યોજાય તો આચારસંહિતા નિયમોને કારણે રાજ્યના વિકાસકામોની ગતિમાં જે રૂકાવટ આવે છે તે પણ નિવારી શકાય અને વિકાસ પ્રક્રિયા સતત ચાલતી રહે.     
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મહાનગર પાલિકા, નગરપાલિકા, જિલ્લા-તાલુકા-ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ સમયાંતરે સતત યોજાતી રહે છે. આ ચૂંટણીઓની આચારસંહિતા તેમજ અન્ય સંબંધિત કામગીરીમાં માનવશક્તિ, સમય, ખર્ચની પ્રક્રિયા ચાલતી જ રહે છે. 

Previous articleરાજયની જીનબેંકમાં વિવિધ જાતિના ૩૦૦૦થી વધારે ડીએનએનું બારકોડીંગ
Next articleગાંધીનગરમાં ૯૩૯ યુવાઓને ૬ કરોડની સહાય અને ચેક વિતરણ