ઓટોથી લઇને ફ્રીજ-ટીવી સુધીની માંગ વધવા સંકેતો

438

દેશની સુસ્ત પડેલી અર્થવ્યવસ્થા પર દબાણને ધ્યાનમાં લઇને સરકાર દ્વારા હાલમાં ઇકોનોમી બુસ્ટરની જાહેરાત કરવામાં આવી હતી. આર્થિક નિષ્ણાંતો હવે માની રહ્યા છે કે તહેવારથી પહેલા કરવામાં આવેલી આ જાહેરાતના કારણે ઓટોથી લઇને ફ્રીજ-ટીવી સુધીની માંગમાં વધારો થવાના સંકેત દેખાઇ રહ્યા છે. આર્થિક નિષ્ણાંતો એમ પણ માની રહ્યા છે કે આગામી દિવસોમાં માંગમાં ઉલ્લેખનીય વધારો થઇ શકે છે. વિદેશ પ્રધાનની મોટી જાહેરાત બાદ કન્ઝ્‌યુમર સેક્ટરમાં તેજી રહેવાના સંકેત છે. છેલ્લા એક વર્ષથી આ સેક્ટરમાં પ્રવાહી સ્તિતી અને રોકાણમાં ઘટાડો થઇ રહ્યો છે. રોકાણમાં ઘટાડો થવાના કારણે હાલત કફોડી બનેલી છે. સાથે સાથે એનબીએફસી સંકટ પણ ગ્રાહક સેક્ટરમાં મંદી માટેના મુખ્ય કારણ તરીકે છે. આના કારણે ઓટોમોબાઇલ અને કન્ઝ્‌યુમર  ડ્યુરેબલ સેક્ટર બંનેને માઠી અસર થઇ રહી છે. ઓટોમોબાઇલની વાત કરવામાં આવે તો હાલત કફોડી બનેલી છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિના બાદથી જ હાલત કફોડી બનેલી છે. અહીં સુધી કે તહેવારની સિઝનમાં પણ ઓટોની માંગ ઘટવાના સંકેત દેખાઇ રહ્યા છે. જો કે હાલમાં નાણાંપ્રધાન દ્વારા કરવામાં આવેલી જાહેરાતના કારણે સ્થિતીમાં હવે ઉલ્લેખનીય સુધારો થઇ રહ્યો છે. આર્થિક નિષ્ણાંતો પણ માની રહ્યા છે કે તહેવારની સિઝનમાં ચોક્કસપણે માંગમાં વધારો થશે. વ્યાજદરો પહેલાથી જ ઓછા છે. સાથે સાથે હજુ વ્યાજદરમાં વધુ ઘટાડો થઇ શકે છે. આ માહોલ આગામી દિવસોમાં ગ્રાહકોના સેન્ટીમેન્ટને વધારે મજબુત કરી શકે છે. ઓટો નિષ્ણાંતોનુ કહેવુ છે કે તહેવારની સિઝનમાં યાત્રી વાહનોની માંગમાં વધારો થઇ શકે છે. મંદીમાંથી પસાર થઇ રહેલા દેશના ઓટો ઉદ્યોગમાં નવા પ્રાણ ફુંકાઇ શકે છે. ઓટો સેક્ટર માટે સરકાર દ્વારા કેટલીક જાહેરાત કરી દેવામાં આવી છે. ઘો,ણાની સારી અસર થનાર છે. સાથે સાથે મોનસુનની સારી સ્થિતી રહેવાના કારણે ગ્રામ્ય બજારોમાંથી માંગ આવી શકે છે. મુખ્ય આર્થિક સલાહકાર અને નિષ્ણાંતો કહી રહ્યા છે કે હાલમાં આર્થિક સુધારા અને રચનાત્મક સુધારા પર ધ્યાન આપવાની જરૂર છે. સરકાર રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની યોજના ધરાવે છે. ક્રેડિટ રેટિંગ એજન્સીનુ કહેવુ છે કે સરકાર દ્વારા હાઉસિંગ, ઓટો અને બેકિંગ સેક્ટર માટે કેટલીક રાહતો જાહેર કર્યા બાદ તેની સીધી અસર થશે અને ફાયદો થશે. તેજી પરત ફરશે.

Previous articleજમ્મુ કાશ્મીરમાં સ્થિતિ હવે નોર્મલ : હાઈસ્કુલ પણ ખુલી
Next articleજંગલનો રાજા ઘાંસ ખાતો કેમેરામાં થયો કેદ