રેલ્વે સ્ટેશનોમાં મુસાફરોની સુવિધાઓનું સાંસદ ભારતીબેનના હસ્તે લોકાપર્ણ

429

પશ્ચિમ રેલવે ડીવીજન ભાવનગર વિભાગ ના રૂ.૫(પાંચ) કરોડ જેટલા વિકાસ ના કામોનું તથા ભાવનગર પરા માં  આવેલ ધન કચરા નિકાલ પ્લાન્ટ નું સાંસદ ડો.ભારતીબેન શિયાળના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભાવનગર રેલ્વે ડીવીજનમાં લોકઉપયોગી માંગણીઓ ને પૂરી કરવા માટે અને રેલ્વે મુસાફરી સુવિધાસભર અને સુરક્ષિત બનાવવા માટે ભાવનગર-બોટાદ જીલ્લા ના સાંસદ ડો.ભારતીબેન શિયાળ દ્વારા  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈમોદી  તેમજ રેલ્વેમંત્રી  સુરેશપ્રભુજી,મનોજસિન્હા અને  મંત્રી પીયુષ ગોહીલજી ને રૂબરૂ મળીને મૌખિક-લેખિત તેમજ પાર્લામેન્ટ ફ્લોર પર માંગણીઓ કરેલ જેના પરિણામ સ્વરૂપે સાંસદની ભારે જહેમત અને સક્રિય પ્રયત્નોથી રેલ્વે યાત્રીઓની સુખાકારી માટે સોનગઢ, શિહોર, ખોડીયાર મંદિર, વરતેજ, ભાવનગર પરા,મહુવા અને નિંગાળા રેલ્વે સ્ટેશનો પર કવરશેડ બેઠક વ્યવસ્થા,તેમજ શિહોર અને પાલીતાણા  ના નવનિર્મિત પ્લેટફોર્મ તથા ભાવનગર પરા માં  આવેલ ધન કચરા નિકાલ પ્લાન્ટ  જેવા રેલ્વે વિભાગના પૂર્ણ થયેલ કામો  નું લોકાર્પણ  આજે ભાવનગર પરા રેલ્વેસ્ટેશન પર કાર્યક્રમ માં શહેર ભાજપા અધ્યક્ષ  સનદભાઈ મોદી,મેયરમનભા મોરી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન યુવરાજ સિંહ ગોહિલ, શહેર ભાજપા મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, શાસક પક્ષ નેતા પરેશભાઇ પંડયા, જીલ્લા પંચાયત પ્રમુખ વકતુંબેન મકવાણા, જીલ્લા ભાજપા પૂર્વ મહામંત્રી વી.ડી. મકવાણા, કોર્પોરેટર રાજુભાઈ રાબડીયા, હરેશભાઈ મકવાણા, ઉષાબેન મકવાણા, નાગજીભાઈ, મહેશભાઈ અડવાણી સહીત જીલ્લા-મહાનગર ના ચુંટાયેલા પ્રનિનીધિઓ અને સંગઠન ના હોદેદારઓ, વોર્ડ પ્રમુખ-મહામંત્રી સહીત ના આગેવાનો મોટી સખ્યામાં હાજર રહ્યા. આ પ્રસંગે ડીઆરએમ પ્રતિક ગોસ્વામી સહિત રેલ્વેના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleવિધવા સહાય ચૂકવવાની કામગીરીમાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજયમાં મોખરે
Next articleશિશુવિહાર દ્વારા ગણેશગઢ પ્રા.શાળામાં આરોગ્ય કેમ્પ