ભાવનગર યુનિવર્સિટીના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી.નો વર્ષ-ર૦૧૭ માટેનો ૩ઢમો શૈક્ષણિક ઈનામ વિતરણ સમારંભ થતા વિશીષ્ટ પ્રતિભા સન્માન સમારોહ રવિવારે સ્વામિ વિવેકાનંદ હોલ, એ.જે.કોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર, ભાવનગર ખાતે યોજાયો. સમારંભનાં મુખ્ય મહેમાનો તરીકે જનાર્દનભાઈ પી. ટ્ટ, ડો.કે.એસ.વાટલિયા, મુકુંદભાઈ આર. કંટારીયા, સુબેદાર મેજર કુલદિપસિંગ, મંડળીના પ્રમુખ ડો.પી.એ. ગોહિલ અને માનદ્દ મંત્રી મિલનસિંહ એલ. પરમાર હાજર રહેલ. મંડળી દ્વારા સમાજને નવી રાહ ચિંધી અને કદાચ સમગ્ર ભારતમાં પહેલ સાથે ભારતમાતાની રક્ષા કાજે શહિદ થતા વીર જવાનોના પરિવારને સહાય મળી રહે તે માટેની યોજના એટલે કે સોલ્જર બિહાઈન્ડ સોલ્જર્સ (એસ.બી.એસ.)નું અનાવરણ અને વહેતી મુકવામાં આવી સાથો સાથ મંડળીના સભાસદો દ્વારા આ યોજના અંતર્ગત દાનનો વરસાદ નહીં પણ ધોધ આવવાની પણ શરૂઆત થવા માંડી જે ભવિષ્યમાં ખુબ મોટી રકમ સાથે ઉત્તરોત્તર વધશે. મંડળીના દાન આપનાર દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. ધોરણ-૧ થી ૧ર, ડિપલોમાં, સ્નાતક, અનુસ્નાતક કક્ષા તથા વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ પ્રતિભાઓના કુલ રર૬ ઈનામો આપવામાં આવેલ જેમાં દરેક બાળકોને સ્ટેજ પર બોલાવી વ્યકિતગત સન્માનિત કરવામાં આવ્યા. મંડળીના કારોબારી પ્રમુખ ડો.પી.એ. ગોહિલે આભાર વિધિ કરી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. ઓમ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સાથે -સાથે વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ દરેક સભાસદોને ૧૦ નંગ ચોપડાનું પણ વિતરણ વિનામુલ્યે મંડળી દ્વારા કરવામાં આવ્યું હતું.