ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજે બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ

519

વેસ્ટ ઇન્ડીઝના પસંદગીકારોએ જમૈકા ખાતે ભારત વિરુદ્ધની બીજી ટેસ્ટ મેચ માટે ૧૩ સભ્યોની ટીમમાં ઓલરાઉન્ડર કીમો પોલનો સમાવેશ કર્યો છે. પગની ઘૂંટીમાં ઈજાને કારણે પોલ પ્રથમ ટેસ્ટમાં રમ્યો ન હતો. તેની ટીમ ભારત સામે ૩૧૮ રનના જંગી અંતરથી હારી હતી. પોલ ફિટ થઇ ગયો હોવાથી તેને ઝડપી બોલર મિગલ કમિન્સની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું છે. તે સિવાય વિન્ડીઝના સ્ક્વોડમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ભારત-વિન્ડીઝ સિરીઝની છેલ્લી મેચ છે. ભારતની પાસે આ મેચ જીતીને કે ડ્રો રમીને સિરીઝ પોતાના નામે કરવાની તક છે. ટીમ સિવાય ભારતીય ક્રિકેટર ખાસ કરીને વિરાટ કોહલીની પાસે એક એવો રેકોર્ડ બનાવવાની તક છે, જેથી તે દેશનો નંબર-૧ કેપ્ટન બની જશે.

કમિન્સને પ્રથમ ટેસ્ટમાં એક પણ વિકેટ મળી ન હતી. તેણે બંને ઇનિંગ્સમાં ૨૦ ઓવર નાખીને ૬૯ રન આપ્યા હતા. પ્રથમ પસંદગીના વિકેટકીપર શેન ડોરીચ હજી સંપૂર્ણ સ્વસ્થ ન થયો હોવાથી, શાઈ હોપ વિકેટ કીપરની ભૂમિકા જાળવી રાખે તેવી સંભાવના છે. પસંદગીકારોએ ૧૩ સભ્યોની ટીમમાં બેક-અપ ’કીપર જાહમર હેમિલ્ટનનો સમાવેશ કર્યો છે. આ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો એક ભાગ છે અને વેસ્ટ ઇન્ડીઝને ૩૦ ઓગસ્ટથી શરૂ થનારી બીજી અને અંતિમ ટેસ્ટમાં ડ્રો અથવા જીત દ્વારા પ્રથમ પોઇન્ટ મેળવવાની તક આપે છે. ભારતે પોતાનું ખાતું ખોલી નાખ્યું છે અને એન્ટિગુઆમાં જીત બાદ તેના ૬૦ પોઇન્ટ્‌સ છે.

જો આપણે ટકાવારીની વાત કરીએ તો વિરાટ કોહલી અહીં પણ દેશમાં સૌથી સફળ કેપ્ટન છે. ભારતે તેની આગેવાનીમાં ૫૭.૪૪% મેચ જીત્યું છે. આ મામલામાં એમએસ ધોની (૪૫ ટકા) બીજા અને સૌરવ ગાંગુલી (૪૨.૮૫%) ત્રીજા નંબર પર છે. જ્યારે અમે ટકાવારીમાં જીતની વાત કરીએ તો માત્ર તે કેપ્ટનોને સામેલ કરવામાં આવ્યા છે, જેણે ઓછામાં ઓછી પાંચ મેચોમાં આગેવાની કરી છે. અંજ્કિય રહાણે અને રવિ શાસ્ત્રીનો જીતનો રેકોર્ડ ૧૦૦ ટકા છે. પરંતુ રહાણેએ માત્ર બે અને શાસ્ત્રીએ માત્ર એક મેચમાં સુકાન સંભાળ્યું છે. તેથી આ બંન્નેના રેકોર્ડને અપવાદ માનવામાં આવે છે.

બીજી ટેસ્ટ માટે વેસ્ટ ઇન્ડીઝની ટીમમાંઃ જેસન હોલ્ડર (સી), ક્રેગ બ્રથવેટ, ડેરેન બ્રાવો, શામરહ બ્રુક્સ, જ્હોન કેમ્પબેલ, રોસ્ટન ચેઝ, રાહકીમ કોર્નવોલ, જાહમર હેમિલ્ટન, શિમરોન હેટિ્‌મઅર, શાઈ હોપ, શેનોન ગેબ્રિયલ, કીમો પોલ, કેમર રોચ

Previous articleતેંડુલકરે વૃદ્ધાશ્રમમાં જઈ મહિલાઓ સાથે કેરમ રમીને ‘રાષ્ટ્રીય ખેલદિવસ’ ઉજવ્યો
Next articleપીએમ મોદી અને સ્પોટ્‌ર્સ મિનિસ્ટર રિજિજુએ મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપી