ફિલ્મ ‘ટોઈલેટ એક પ્રેમ કથા’ જેવા દેશમાં અનેક કિસ્સાઓ હવે સામે આવી રહ્યા છે. એવો જ વધુ એક કિસ્સો ગુજરાતમાં જોવા મળ્યો છે. ઉષા ચૌધરીએ ૬ જૂન, ૨૦૧૩ના રોજ મહેસાણાના મેઉ ગામના નરેન્દ્ર ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. ઉષાએ નરેન્દ્ર સામે સગાઇ વખતે જ સરત મુકી હતી કે, સાસરિયાવાળા લગ્ન પહેલા જ ઘરે ટોઈલેટ બનાવવી આપશે. પરંતુ જ્યારે લગ્ન કરીને ઉષા પોતાના સાસરિયે ગઇ અને ત્યાં ટોઈલેટ ન જોતા તે ચોકી ઉઠી હતી. એક વર્ષથી ટોઈલેટને લઇને નાના-મોટા ઝઘડા ચલતા હતા. પરંતુ ટોઈલેટ બનાવવામાં ન આવતા અંતે ઉષાએ પતિનું ઘર છોડ્યું અને પોતાના માતા-પિતાના ઘરે આવી ગઇ હતી.
ઉષાનું કહેવું છેકે, લગ્ન બાદ તેને કામ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેનાથી કંટાળીને ઉષાએ પોતાના સાસુ-સસરા વિરુદ્ધ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં દહેજની માંગણીની ફરિયાદ નોંધાવી હતી. પતિનું ઘર છોડીને ઉષા ગાંધીનગરમાં ભાડે ઘર લઇને રહેવા લાગી હતી. અને ઉષાએ વળતર પેટે પોતાના પતિ પાસે મહિને ૧૦૦૦૦ રૂપિયા માગ્યા હતા.
જોકે પતિ નરેન્દ્રએ તેની વાતને નકારી દીધી અને તેની સામે ફરિયાદ કરી લે તેની પત્નીને વૈભવી લાઈફસ્ટાઈલની આદત છે તેની સાથે સાસરિયે રહેવા તૈયાર નથી. જોકે અંતે ગાંધીનગર કોર્ટે બંન્ને પક્ષની વાતો સાંભળ્યા બાદ આદેશ કર્યો છેકે, પતિએ પત્નીને દર મહિને ૬૦૦૦ રૂપિયા વળતર આપવું પડશે.