માટીની ગણપતી દાદાની મુર્તિ શ્રેષ્ઠ ગણાય

760

ગણપતી દાદાનો જન્મ પાર્વતીજીએ પોતાની રક્ષા માટે શરીરના પરસેવા મેલથી કરેલ આથી ગણપતીજીની મુર્તિ માટીની જ શ્રેષ્ઠ ગણાય છે. તે ઉપરાંત મહાદેવજીના શિવલીંગ જેને આપણે પાર્થીવ શિવલીંગ કહીએ છીએ તે માટે ના જ શિવલિંગ ઉત્તમ ગણાય છે. આથી ગણપતીદાદાની મુર્તિ માટીની જ શ્રેષ્ઠ ગણાય તે ઉપરાંત મુર્તિ વિર્સજન કર્યા બાદ પાણીમાં ઓગળી જવી જોઈએ નહિતર ઘેષ લાગે છે જે પાલાસ્ટર ઓફ પેરીસની મુર્તિ માટી મા જલ્દી ઓગળતી નથી આથી માટીની જ ગણપતી દાદાની મુર્તિ શ્રેષ્ઠ ગણાય છે.  તે ઉપરાંત મુખ્ય વાત પર જોઈએ તો ગણપતીદાદાએ સળંગ ૧૧ દિવસ સુધી મહાભારત લખ્યુ અને તેના પર માટીના થર જામી ગયેલ આથી ગણપતીદાદાને નદીના જળમાં બોળવામાં આવ્યા આમા પણ માટીનો જ ઉલ્લેખ મુખ્ય વ્રતમાં કહેલો છે. આમ બધી જ રીતે જેના માટીની જ મુર્તિ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. બીજી ખાસ બાબત એ કે ગણપતી દાદાની મુર્તિ મોટી કેટલી છે તે મહત્વનું નથી પરંતુ શ્રધ્ધા ભક્તિ ભાવ મહત્વના છે. આથી નાની મુર્તિમાં પણ પુજા કરવાથી પણ પુરતુ ફળ મળે જ છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

– શાસ્ત્રી રાજદીષ જોષી

સોમવારથી ગણેશ ઉત્સવ

ભાદરવા શુદ ચોથને સોમવારથી ૧૧ દિવસના ગણેશ .ત્સવનો પ્રારંભ થશે. તા. ર-૯ થી ૧ર-૯-ર૦૧૯ સુધી ગણેશ ઉત્સવ ચાલશે. આ વર્ષે સોમવારે સવારના ૮-૩પથી ચિત્રા નક્ષત્ર છે આથી ચિત્રા નક્ષત્ર ગણપતી પુજા અને બેસાડવા માટે ઉત્તમ ગણાય છે. સોમવારના શુભ સમયની યાદિ દિવસ ચોધડિયા અમૃત ૬.૩૧ થી ૮.૦પ, શુભ ૯.૩૯ થી ૧૧.૧૩, ચલ ર.ર૦ થી ૩.પ૪, લાભ ૩.પ૪થી પ.ર૮ અમૃત પ.ર૮ થી ૭.૦ર અભિજિત મુહુર્ત બપોરે ૧ર.ર૧ થી ૧.૧ર.

Previous articleઆદર્શ  સ્મૃતિ સ્થાન : વિવેકાનંદ શિલા સ્મારક
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે