પાણીયાળી કેન્દ્રવર્તી શાળા ખાતે ખેલમહાકુંભ યોજાયો

480

ખેલમહાકુંભ મોટી પાણિયાળી કે.વ શાળામાં યોજાયેલ.જેમાં મુખ્ય રમતોમાં કબડી ભાઈઓ/બહેનો, ખો-ખો ભાઈઓ/બહેનો, બ્રોન્ડ જમ્પ અંડર ૯ ભાઈઓ/બહેનો, બ્રોડ જમ્પ અંડર ૧૧  ભાઈઓ/બહેનો, ૩૦ મી / ૫૦ મી / ૧૦૦ મી દોડ ભાઈઓ/બહેનો, લાંબી કૂદ ભાઈઓ/બહેનો, ગોળા ફેંક ભાઈઓ/બહેનો અને વોલીબોલ ભાઈઓ/બહેનો જેવી વિવિધ રમત નું આયોજન કરેલ..જેમાં આ રમતમાં તમામ શાળામાંથી ૩૬૦ જેટલા બાળકો તથા ૨૫ જેટલા શિક્ષકોએ ભાગ લીધેલ. જેમાં કબડી ભાઈઓમાં લાખાવાડ પ્રા.શાળાની ટીમ વિજેતા બનેલ. તથા કબડી બહેનોમાં ભૂતિયા પ્રા.શાળાના બહેનોની ટીમ વિજેતા થયેલ તથા ખો- ખો ભાઈઓ/બહેનો બંનેમાં નાની પાણિયાળી પ્રા.શાળાના બાળકોનો જવલત વિજય થયેલ..અને વોલીબોલ ભાઈઓ/બહેનો મા મોટી પાણિયાળી કે.વ.શાળાની બંને  ટીમ વિજેતા થયેલ..આ ઉપરાંત વ્યક્તિગત રમતમાં પણ ઇવેન્ટ મુજબ બાળકોને નંબર આપી ઇનામરૂપી શિલ્ડ આપી પ્રોત્સાહિત કરેલ. આ ઉપરાંત તમામ વિજેતા ટીમને પર શિલ્ડ આપી સન્માનિત કરેલ.. આ સમગ્ર રમતોત્સવમાં રેફરી તરીકે ભીમજીભાઈ વાળા તથા  અજિતભાઈ નકુમ, રાઠોડ જેન્તીભાઈ તથા મકવાણા  જિગ્યેશભાઈ તથા ગોહિલ રાજેશભાઇ તથા ઝાલા પ્રવીણભાઈ એ ખૂબ જ નિષ્ઠાપૂર્વક રેફરીની કામગીરી કરેલ.

Previous articleપત્નિ પર ફાયરીંગ કરનાર પતિને ઝડપી લેતી પોલીસ
Next articleઆંતર કોલેજ ખો-ખો સ્પર્ધામાં ચેમ્પિયન થતી શામળદાસ કોલેજ