તાજેતરમાં શારીરિક શિક્ષણ વિભાગ એમ.કે. ભાવનગર યુનિવર્સિટી અને ગોપીનાથજી મહિલા કોલેજના યજમાન પદે આંતર કોલેજ ખો-ખો ભાઈઓની સ્પર્ધા યોજાયેલા આ સ્પર્ધામાં કુલ ૧૪ અલગ અલગ કોલેજોએ ભાગ લીધેલ જેમાં ફાઈનલ મેચમાં એમ જે કોલેજ ઓફ કોમર્સ ને હારવી શામળદાસ આર્ટસ કોલેજ ચેમ્પિયન થયેલ ટીમમાં કેપ્ટન બારૈય્ પ્રવિણ, વેગડ અજય, બાંભણિયા નિલેશ, ગોહિલ જગદીશ, ખસીયા નિકુલ, ગોહિલ રવિરાજસિંહ, પરમાર કુલદિપ, કંટારિયા પરેશ દુમાડીયા, પ્રદિપ વગેરે હતા ખેલાડીઓને યોગ્ય માર્ગદર્શન શારીરિક શિક્ષણના પ્રા. રાજેન્દ્રસિંહ ગોહિલ તથા સિનીયર પ્લેયર વિશ્વરાજસિંહ જાડેજાએ સાથે રહીને પુરૂ પાડેલ વિદ્યાર્થીની આ જળહળતી સિદ્ધિ બદલ સંસ્થાના આચાર્ય ડો. કેયુર દસાડીયા તથા સમગ્ર સ્ટાફે શુભેચ્છા પાઠવેલ.