નેધરલેન્ડ્સ અને લિવરપૂલના ડિફેન્ડર વર્જિલ વાન ડિકને યૂઈએફએ મેન પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો. તેની જાહેરાત ગુરુવારે મોનાકોમાં યુરોપિયન ફૂટબોલ ગવર્નિંગ બોડી દ્વારા કરવામાં આવી હતી. વાન ડિકે પોર્ટુગલ અને યુવેન્ટસના ક્રિસ્ટીઆનો રોનાલ્ડોને પાછળ છોડી દીધો, જેમણે ત્રણ વખત એવોર્ડ મેળવ્યો, અને બે વખત એવોર્ડ મેળવનારા આર્જેન્ટિના અને બાર્સેલોનાના લિયોનેલ મેસ્સીને પણ પાછળ છોડ્યા હતા. મેસીને બેસ્ટ ફોરવર્ડ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો.નેધરલેન્ડના યુવા ફુટબોલર ફ્રેન્કી ડી જોંગને મિડફિલ્ડર જાહેર કરાયો. જ્યારે બ્રાઝિલના એલિસન બેકર ગોલકીપર તરીકે પસંદ થયો હતો. ઇંગ્લેન્ડની મહિલા ફૂટબોલર લ્યુસી બ્રોન્ઝ વિમેન્સને પ્લેયર ઓફ ધ યર જાહેર કરાઈ. તેણે ટાઇટલ રેસમાં તેની ટીમના ખેલાડીઓ અદા હેગરબર્ગ અને અમેન્ડિન હેનરીને પાછળ છોડી દીધા હતા.