અમદાવાદમાં સૌથી આધુનિક આલ્ફા વન મોલમાં પોલીસની મોકડ્રીલ યોજાઇ હતી. આલ્ફા મોલમાં આતંકી ઘૂસ્યા હોવાના મેસેજ પર પોલીસે મોકડ્રીલ યોજી હતી. આલ્ફા વન મોલમાં આતંકી ઘુસ્યા હોવાના મેસેજ પર મોકડ્રીલમાં પોલીસ, એટીએસ, એસઓજી, બીડીડીએસ સંયુક્ત રીતે મળીને મોકડ્રીલ કરી હતી. આ મોકડ્રીલમાં ડોગ સ્કવોર્ડ એજન્સી પણ જોડાઈ હતી.આ સિવાય આલ્ફા વન મોલમાં યોજાયેલી મોકડ્રીલમાં સ્થાનિક પોલીસ, એટીએસ, એસ.ઓ.જી, બી ડી ડી એસ, ડોગ સ્કોડ સહિતની એજન્સીઓ જોડાઈ હતી. મોલમાં બે આતંકી ઘુસ્યા હોવાના મેસેજના આધારે મોકડ્રીલ યોજાઈ હતી.
થોડા દિવસ પહેલા સ્ટેચ્યુ ઓફ્ યુનિટી પર આતંકી હુમલાને લઈને મોકડ્રિલ યોજાયું હતું. સ્ટેચ્યૂ ઓફ્ યુનિટીના નકશા તેમજ હથિયાર પોલીસે જપ્ત કર્યા હતા. સ્ટેચ્યુ ઓફ્ યુનિટીમાં ૪ આંતકવાદી ઘુસી આવ્યા જે પૈકી નર્મદા પોલીસે ૩ને ઠાર માર્યા હતા. સ્ટેચ્યુ ઓફ્ યુનિટીના નકશા તેમજ હથિયાર પોલીસે જપ્ત કર્યા હતા.
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે ગત સોમવારે યુનિટી પર આતંકી હુમલાને લઈને મોકડ્રીલનું આયોજન કરાયું હતું. સોમવારે સવારે ૪ આતંકવાદીઓએ મુખ્ય ગેટથી સ્ટેચ્યુ ઓફ્ યુનિટીમાં પ્રવેશ લીધો હતો.