સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી રધુવીર સેફરોન સોસાયટીમાં મૂળ રાજસ્થાનના ૨૭ વર્ષીય સજ્જુબેન ગોપાલરામ સુથાર પરિવાર સાથે રહેતી હતી. પતિ સાલાસર ફર્નિચરનો શો રૂમ ધરાવે છે. સાત વર્ષ પહેલાં સજ્જુ સાથે લગ્ન થયા હતા. લગ્નગાળા દરમિયાન બે દીકરોનો જન્મ થયો હતો. અને હાલ ૮ માસનો ગર્ભ હતો. દરમિયાન ગત રોજ પતિ શો રૂમ પર હતો અને પત્નીએ ઘરના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સજ્જુબેનના ભાઈ બજરંગે જણાવ્યું હતું કે, એક મહિના પહેલા જ પતિ-પત્ની અને બાળકો આ સોસાયટીમાં રહેવા આવ્યા હતા. છેલ્લા એક મહિનાથી સજ્જુને પતિના ફોઈનો પૌત્ર હનુમાન બ્લેક મેઈલ કરતો હતો કે, મારી સાથે વાત કરો ભાભી નહીંતર ગોપાલને તમામ વાત કરી દઈશ. હનુમાન અને સજ્જુની ઇન્સ્ટાગ્રામ પર પણ વાત થતી હતી. પત્ની સજજુના ફોનમાં હનુમાનના નંબર જોઈ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો. છેલ્લા થોડા દિવસોથી પતિ-પત્ની વચ્ચે ઝઘડાથી અને બ્લેકમેઈલને કારણે સજ્જુએ આપઘાત કરી લીધો હોવાની શક્યતા છે. આ બાબતે પોલીસ ફરિયાદ નોધાવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.