ન્યુયોર્કમાં રમાઇ રહેલી વર્ષની છેલ્લી ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં સૌથી મોટો અપસેટ સર્જાયો છે. યુએસ ઓપનમાં ક્વાલિફાઇંગ ડ્રો મારફતે આવેલી ૨૩ વર્ષીય ઉભરતી સ્ટાર ખેલાડી અમેરિકાની ટેલર ટાઉનસેન્ડે મોટો અપસેટ સર્જયો હતો. ટાઉનસેન્ડે પ્રથમ સેટ્ ગુમાવી દીધા બાદ તેની હરિફ ખેલાડી અને ટોપ સ્ટાર રોમાનિયાની સિમોના હાલેપ પર ૨-૬, ૬-૩, ૭-૬થી જીત મેળવી હતી. વિશ્વની ચોથી ક્રમાંકિત ખેલાડીની હાર થતા ટેનિસ ચાહકોમાં નિરાશાનુ મોજુ ફરી વળ્યુ હતુ. મહિલાઓના વર્ગમાં વિશ્વની પ્રથમ ક્રમાંકિત ખેલાડી જાપાનની નાઓમી ઓસાકાની સીધા સેટોમાં સરળ રીતે જીત થઇ હતી. ઓસાકાએ પોતાના હરિફ ખેલાડી પર ૬-૨, ૬-૪થી જીત મેળવી હતી. પુરૂષોના વર્ગમાં તમામ સ્ટાર ખેલાડીની આગેકુચ જારી રહી છે. પુરૂષોના વર્ગમાં બીજા રાઉન્ડમાં જીત મેળવીને રાફેલ નડાલ, મેદવેદેવ અને અન્યોએ જીત મેળવી ત્રીજા રાઉન્ડમાં કુચ કરી હતી. યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં સ્ટાર ખેલાડીઓની આગેકુચ જારી રહી છે. રાફેલ નડાલ પણ સંપૂર્ણ ફિટ દેખાયો ન હતો. કારણ કે તે પણ તેની ક્ષમતા મુજબ રમી રહ્યો ન હતો. મહિલાઓના વર્ગનાં પણ સ્ટાર ખેલાડી પોત પોતાની મેચ જીતીને ત્રીજા રાઉન્ડ પ્રવેશી ગયા હતા. વર્તમાન ચેમ્પિયન નોવાજક જોકોવિક સિગલ્સ તાજને જાળવી રાખવા માટે તૈયાર છે. યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયશીપ ટેનિસમાં સૌથી જુની સ્પર્ધા પૈકીની એક છે. વર્ષ ૧૮૮૧માં તેની શરૂઆત થયા બાદથી દર વર્ષે આ ચેમ્પિયનશીપ યોજાય છે. વિશ્વમાં ચાર ગ્રાન્ડ સ્લેમ દર વર્ષે રમાય છે જે પૈકી યુએસ ઓપન પણ એક છે. આ ચેમ્પિયનશીપ મુખ્યરીતે હાર્ડકોર્ટ પર રમાય છે. વર્ષ ૧૯૮૭ બાદથી યુએસ ઓપને સત્તાવાર રીતે ચોથી અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ તરીકે જાહેર કરવામાં આવી હતી. અન્ય ત્રણ ગ્રાન્ડ સ્લેમમાં વિમ્બલ્ડન, ઓસ્ટ્રેલિયન ઓપન અનેફ્રેેન્ચ ઓપનનો સમાવેશ થાય છે. યુએસ ઓપન સામાન્ય રીતે દર વર્ષે ઓગષ્ટના અંતિમ સપ્તાહમાં યોજાય છે. કેટલીક વખત સપ્ટેમ્બરના પ્રથમ બે સપ્તાહમાં પણ આનુ આયોજન કરવામાં આવે છે. આનો ઇતિહાસ ખુબ રોચક છે. સૌથી વધુ ટાઇટલ જીતવાનો રેકોર્ડ રોજર ફેડરર, જીમી કોનર્સ, પેટ સામ્પ્રસના નામ ઉપર છે. આ ત્રણેય ખેલાડીઓએ પુરુષ વર્ગમાં સિંગલ્સ સ્પર્ધા પાંચ-પાંચ વખત જીતી છે. જ્યારે મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સ અને ક્રિસ એવર્ટ છ-છ વખત સિંગલ્સ સ્પર્ધાનો તાજ જીતી શકી છે. આ વખતે પ્રથમ વખત ગ્રાન્ડસ્લેમમાં ઓનકોર્ટ ક્લોક પણ રહેશે.ઇલેક્ટ્રોનિક લાઇન કોલ રિવ્યુની શરૂઆત કરાઇ છે. યુએસ ઓપનમાં પુરૂષોના વર્ગમાં નોવાક જોકોવિક હાલમાં હોટફેવરીટ દેખાઇ રહ્યો છે.