પાલીતાણા તાલુકાના હસ્તગીરી જાળીયા ગામે આવેલ પીજીવીસીએલના થાંભલા સાથે ભેંસ અડી જતા શોર્ટ લાગતા ભેંસનું મોત થયેલ. જાળીયા ગામે રહેતા સંજય ભાઈ ગીગાભાઈ મેર ની માલિકી ની ભેંસ સવારે નિકળી હતી. ત્યારે પાણીના અવેડા પાસે થાંભલા ને અડી જતા ભેંસનું ઘટનાસ્થળે જ મોત થયું હતું ગામલોકોના જણાવ્યા મુજબ ટીસીનું બોક્સ ઉપર લેવામાં નહીં આવે તો ક્યારેક માણસોના મોત થઈ શકે છે ત્યારે જવાબદાર કોણ ગામ લોકોએ પીજીવીસીએલના અધિકારીને જાણ કરતા રીપેરીંગ કરવામાં શરૂ કર્યું હતું.