ગાંધીનગર શહેરમાં જુદા જુદા સેકટરોમાં ઘર આગળ પાર્ક કરેલી ફોરવ્હીલરના ટાયરોની રાત્રીના સમયે ચોરીના બનાવો વધવા લાંગતા પોલીસ પર દબાણ ઉભુ થયું હતું. જેથી ક્રાઈમ બ્રાન્ચને આ ગેંગને પકડી પાડવા દબાણ કરાયું હતું. જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચે આખરે આ ગેંગના ચાર સભ્યોને પકડી પાડી કુલ ૭ ગુના, ર૮ જેટલા ટાયરો અને ૪ જેટલા વાહનો કબજે કર્યા હતા.
આ ગેંગનો મુખ્ય સુત્રધાર પોલીસ ભવનમાં નોકરી કરતો હોવાનું પણ સુત્રોએ જણાવ્યું છે. સેકટર – ર૯ ખાતે જ-ટાઈપ, બ્લોક નં. ૧૩૪/૪ માં રહેતો જૈનુલ આબેદીન સફીયુદીન સૈયદ મુખ્ય સુત્રધારને ઝડપી પાડયો હતો. જે પોતાના સાગરીતો સાથે મળી ગાંધીનગર શહેરની ગાડીઓના ટાયરો ચોરતો હતો. આ બનાવની તપાસમાં પોલીસ ગઈ ત્યારે આરોપી સાગરીતો સાથે એક બલેનો ગાડી નં. જીજે-૧૮-બીઈ-૪૦પ૮ તેમજ નંબર પ્લેટ વગરની સ્વીફટમાં બેસવા જતા પોલીસે સાગરીતો સાથે ઝડપી પાડયા હતા.
ઝડપી પાડેલા આ સાગરીતોના નામ સિધ્ધાર્થ ઉર્ફે વિજય હિંમતભાઈ જાદવ, રહે. બ્લોક નં. ર૩૧/૧, ચ-ટાઈપ ગાંધીનગર જેના પિતા રાજભવન ખાતે પોલીસ સબ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. નિલેશ ઉર્ફે નીક ગણેશભાઈ વણકર, રાયસણ, ગુજરાત હાઉસીંગ બોર્ડ, મકાન નં. ર૦૮ જેના પિતા એસઆરપી ગ્રૃપ – ૧ર માંથી નિવૃત્ત થયેલા છે. ઉપરાંત મયંકસિંહ ઈશ્વરસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ બ્લોક નં. ૧૪૮/૪, જ-ટાઈપ, ગાંધીનગર જેના પિતા પશુપાલન વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. જેઓને ઝડપી પાડયા હતા.
આ ઉપરાંત ઈસમો પાસેથી વ્હીલ પાનુ, ચોકડી પાનુ, હાઈડ્રોલીંક ઝેક, ફલેટ જેક, રોડક રૂ. ર૯૦૦, પ મોબાઈલ, ૪ કાર, ર૮ ટાયરો તમામ મળીને રૂ. ૧પ લાખથી વધુનો મુદામાલ કબજે કરી આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.