ગણપતિની સ્થાપના નિમિત્તે ઝંડો ફરકાવતા યુવકને કરંટ લાગ્યો : આબાદ બચાવ

491

સંતરામપુરમાં ગણેશ સ્થાપના નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન અંદર ગણેશજીની મુર્તિ પાસે અનુરાગ મોચી નામનો યુવક ઝંડો ઉચો કરીને ફરકાવતો હતો. આ દરમિયાન ઝંડો ઈલેક્ટ્રિક વાયરને અડી જતા તેનો ભયાનક કરંટ લાગ્યો હતો. જેથી તે શ્રીજીની મુર્તિ પરથી નીચે પટકાયો હતો. આ સમગ્ર ઘટના વીડિયો ઉતારતા એક મોબાઈલમાં કેદ થઈ હતી. જોકે, અનુરાગને તાત્કાલિક સંતરામપુરના સ્ટેટ હોસ્પિટલમાં ખસેડાતા તેનો આબાદ બચાવ થયો હતો. બાળપણથી જ તે પોતાના ઘરે ગણેશ સ્થાપના કરતો હોવાથી શ્રીજીએ તેનો જીવ બચાવ્યો છે તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે.

આજથી ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી શરૂ થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં ગણેશ સ્થાપના નિમિત્તે કરંટ લાગવાની આ ત્રીજી ઘટના બની છે. આ પહેલા અંકલેશ્વરમાં નેશનલ હાઇવે ૪૮ પર ન્યુ ઇન્ડિયા માર્કેટ પાસે ગણેશજી મૂર્તિ લાવતી વખતે ૭ લોકોને કરંટ લાગ્યા હતા. જેમાં બે લોકોના મોત નીપજ્યાં હતા. ઉપરાંત વડોદરામાં પાદરામાં ગણપતિની પ્રતિમાના આગમન સમયે લાઇટિંગ માટે ટેમ્પા પર લગાવેલા ધ્વજની દંડી હાઇ ટેન્શનના લાઇનના વીજ તારને અકડી જતા વીજ કરંટ લાગવાથી એક યુવકનું મોત નીપજ્યું હતું.

Previous articleજેલની અંદર ’ડૉન’ની બર્થડે પાર્ટી, કેક કાપ્યા બાદ ચિકન-મટનની દાવત!
Next articleકુદરતની કમાલઃ છેક ૧૬મી સદી બાદ ગુજરાતમાં અવતર્યું બે લિંગવાળું બાળક