ભાવનગર જિલ્લાના તળાજાના કોસ્ટલ વિસ્તારમાં સિંહ દિપડા વાળા રહેણાંક વિસ્તારના વાલર ગામે આજે વહેલી સવારના સમયે એક ખુલ્લા કુવામાં દિપડો ખાબકયો હતો. શિકારની શોધમાં દિપડો કુવામાં ખાબકતા વાડી માલિકને ખબર પડતા ફોરેસ્ટને જાણ કરતા દિપડાનું રેસ્કયુ કરી બહાર કાઢવામાં આવેલ હતો.
દિપડો એટલું ચપળ અને બુદ્ધિશાળી પ્રાણી છે કે તે જો કુવામાં ખાબકયો હોય અને તેને બચાવવા માટે ખાટલો દોરીઓથી બાંધી નાંખવામાં આવે તો એ સમજી જાય છે. હિંસકતા દાખવવાના બદલે ડાહ્યો ડમરો થઈ જાય છે. આવા જ એક પ્રકારના બનાવની તળાજા આરએફઓ એમ.કે.વાઘેલાના જણાવ્યા અનુસાર વાલર ગામે પ્રદિપસિંહ સરવૈયાની વાડીના ખુલ્લા કુવામાં વહેલી સવારે દિપડો પડી ગયો હતો. કુવામાં પાણી હોય દિપડાને ઈજા થઈ ન હતી. તરતા દીપડાને જોઈ વાડી માલિકે જાણ કરતા જ તળાજા વન વિભાગની ટીમે દોડી જઈ ખાટલના ચારેય પાયા પર દોરડુબાંધી કુવામાં ઉતારતા જ દિપડો ખાટલા પર બેસી જતા ખાટલો ખેચી બહાર કાઢીરેસ્કયુ કરેલ દિપડાને સલામત સ્થળે છોડી દેવામાં આવેલ હતો. દિપડાની ઉંમર બે વર્ષ આસપાસ હતી.