ભાવનગર શહેરમાં પોલીસ કર્મચારીએ ઘરેલું ઝઘડામાં ક્રોધના આવેશમાં આવી જઈ પત્તીને રૂમમાં પુરી દઈ તેના ત્રણ માસુમ સંતાનોનું ધારીયાથી ગળુ કાપી ત્રણેય પુત્રોની હત્યા કરી નાખતાં ખળભળાટ મચી જવા પામી હતી. ઉચ્ચ પોલીસઅ ધિકારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતાં. ભાવનગર પોલીસ બેડામાં ચકચાર સાથે હાહાકાર મચાવતી આ ઘટનાથી મળતી વિગતો મુજબ શહેરના વિદ્યાનગર પોલીસ લાઈન બ્લોક નં. લી. ૧૭ ફલેટ નં. ર૪૭માં રહેતા અને પોલીસ હેડ કર્વાટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સુખદેવભાઈ નાજાભાઈ શિયાળએ તેના ઘરે કોઈ ઘરેલું ઝઘડાના ક્રોધમાં આવી જઈ પત્નિને એક રૂમમાં પુરી દઈ તેના ત્રણ માસુમ સંતાનો ખુશાલ (ઉ.વ.૭), ઉદ્ધવ (ઉ.વ.પ) અને મનોનીત (ઉ.વ.૩) ઉપર ધારીયાના ઘા ઝીંકી ત્રણેયની કરપીણ હત્યા કરી નાખી હતી.
આ બનાવની જાણ થતા જ રેન્જ ડીઆઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, ડીવાયએસપી જાની, એલસીબી, એડીવીઝન પોલીસ સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.
દરમ્યાન પોલીસે ત્રણ પુત્રોની હત્યા કરનાર પોલીસ કોન્સ્ટેબલ સુખદેવભાઈને ઝડપી લઈ તેની પુછપરછ હાથ ધરી હતી. ઘરેલું ઝઘડામાં આ બનાવ બન્યો હોવાની પ્રાથમિક વિગત જાણવા મળી છે. આ બનાવથી પોલીસ બેડામાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી ફલાઈ ગઈ છે. ત્રણ બાળકોની હત્યા કરનાર પોલીસ કોન્સ્ટેબલ સુખદેવભાઈ રાણીવાડા ગામનો વતની છે. અગાઉ દાઠા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો અને હાલમાં ભાવનગર હેડ કર્વાટરમાં ફરજ બજાવે છે.
પોલીસ કોન્સ્ટેબલ પોતે જ જાણ કરી કે મે મારા બાળકોની હત્યા કરી છે
ત્રણ – ત્રણ સંતાનોની હત્યા કરનાર પોલીસ કોન્સ્ટેબલ સુખદેવ શિયાળેની પોતે જ પોલીસ કંટ્રોલને જાણ કરી કે મે મારા ત્રણ બાળકોની હત્યા કરી છે. પોલીસ મોકલો પોલીસ તેના ઘરે ગઈ ત્યારે તે બાળકોના મૃતદેહ પાસે બેઠો હતો અને તેને પસ્તાવો થયો હોવાનો દેખાતું હતું. પત્ની સાથે ઝધડો થયા બાદ આવેશમાં આ પગલું ભર્યુ હોવાનું કબુલાત આપી છે.
પત્ની જીજ્ઞા સાથે અગાઉ પણ ઝધડો થયો હતો
પોલીસ કોન્સ્ટેબલ સુખદેવ શિયાળને તેની પત્ની જીજ્ઞા સાથે અગાઉ પણ ઝધડો થયો હતો. આજે ઝધડામાં તેને બાજુના રૂમમાં પુરી દીધી હતી અને આવેશમાં આવીત ્રણ બાળકો જે રમકઢડાથી રમતા હતા તેની ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી પોલીસ ઘેર આવી ત્યારે રૂમમાં પુરાયેલી જીજ્ઞા દેકારો કરતી હોય પોલીસે દરવાજો ખોલ્યો હતો ત્યારે પોતાના ત્રણ બાળકોના મૃતદેહો જોઈ તે પડી ગઈ હતી.