ભારત પાસે ૧૬૦૦ લાખ હેકટરથી વધુ જમીન ખેતી ઉપીયોગી છે – નિલમ ગોયલ

818
bhav1-3-2018-4.jpg

શિવ શકિત હોલ ભાવનગર ખાતે આજે ક્ષેત્રના ખેડૂતોની સાથે ક્રોપ એન્ડ કેર લિમીટેડ ધ્વારા કૃષિ જ્ઞાન- શિબીરનું આયોજન કરવામાં આવેલ. જેમાં ભાવનગર જિલ્લા ક્ષેત્ર માંથી આવેલા ૩૦૦ ખેડૂતો માટે ક્રોપ એન્ડ કેર લિમીટેડની સાથે ભારતની પરમાણુ સહેલીએ એક સેમીનારનું આયોજન કરેલ. 
ભારતની પાસે ૧૬૦૦ લાખ હેકટર થી પણ વધારે જમીન ખેતી ઉપયોગી છે. ભારતની આ ખેતી ઉપયોગી જમીન સંપૂર્ણપણે વિકેન્દ્રીય સ્વરૂપે છે. તેના ઉપર કોઈ વ્યવસ્થિત આયોજન નથી. ભારતની ખેતીમાં પૂર, દુષ્કાળ, ખોદવું , સિંચાઈ, વાવવુ, કાપવુ, નીંદણ કરવું, સંગ્રહ કરવું, સમયાંતરે બજારોની જે સમસ્યાઓ છે એ પ્રમાણે વર્તમાનમાં ખેતી તેમજ તેના સહયોગથી ભારતની આવકમાં ૧૭ ટકા એટલે કે ૧૪૭૦પ અરબ રૂપીયાનું દર વર્ષે યોગદાન રહેલું છે.  આ યોગદાન ભારની કુલ જનતામાં ભાગ પાડવામાં આવે તો રૂા.૧૧૦૦૦ રૂપિયા પ્રતિ વ્યકિત આવે છે.  પરમાણુ સહેલીએ બતાવ્યું કે કૃષીના છ મુખ્ય સ્થંભ છે આ સ્થંભ જેમ કે, ખોદવું , સિંચાઈ, વાવવુ, કાપવુ, નીંદણ કરવું, સંગ્રહ કરવો તેમજ સમયાંતરે બજારમાં પહોંચાડવું આ સ્થંભોનું સ્તર એક વિકસીત દેશ જેવું હોવું જોઈએ. તો ભારતની આ ખેત ઉપયોગી જમીન તેમજ તેમના સહયોગી ઉધોગો તેમજ સેવાથી ભારતને પ્રતિ વર્ષ ર૧.૦૦ લાખ અરબ થી પણ વધારે ઉપ્પાદન મળી શકે તેમ છે. તેમજ પ્રતિ વ્યકિતની આવક  પ્રતિ વર્ષ ૧પ.૦૦ લાખ રૂપિયા સુધી થઈ શકે છે. આજે ભારતમાં ખેડૂત લાચાર તેમજ મજબુર છે, ભારતની ૮૬ કરોડ ગામનાની જનતા પાસે આજે ૧૬૦૦ લાખ હેકટર ખેતીની જમીન સ્વરૂપે બહું મોટો ખજાનો છે. આ ખજાનાનો ઉચિત તેમજ હોશીયારીથી જરૂરી સાધનો ધ્વારા ઉપયોગ કરવામાં આવે તો આ ગામડાની જનતા સૈાથી વધારે સમૃધ્ધ તેમજ ખુશહાલ થઈ શકે તેમ છે. ભારતની ખેતી ને દુષ્કાળ બરબાદ ન કરે અને તેના બાકીનો પાક ઉત્કૃષ્ટ બને તેના માટે ભારતની ચાર મહત્વપૂર્ણ યોજનાઓનો સમયાવધીમાં સન્માનનીય રીતે શરૂ થવું એકમાત્ર ઉપાય છે.  આ ચારો યોજનાઓ શરૂ કરવાનુ કાર્ય મૃતપાય છે, કેમ કે જયારે જયારે આ યોજનાઓના સ્થાપનની વાત આવે છે, અજ્ઞાની જનતાની વાતોના કારણે કેટલાક વ્યકિતઓની ચડામણીમાં આવીને મરવા- મારવા સુધી વિરોધ કરે છે. અને ત્યારે આવી યોજનાઓને કોરાણે મુકવામાં આવે છે.

Previous article સજીવ ખેતી પાક પરિસંવાદ કૃષિ મેળો અને પ્રદર્શન યોજાયું
Next article પાલિતાણા કાનુની સેવા સમિતિ દ્વારા દ્ગજીજીના વિદ્યાર્થીઓને માર્ગદર્શન